ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada: જો ભાઈ....એ શર્મા....સભ્યતાથી વાત કર, ધારાસભ્ય ચૈતર વસાવા અને DySp વચ્ચે ઘર્ષણ

નર્મદાનાં ડેડિયાપાડાનાં ધારાસભ્ય એસપી ઓફીસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમ્યાન Dy.Sp તેમજ ધારાસભ્ય વચ્ચે છોડા સમય માટે મામલે ગરમાઈ જતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.
10:59 PM Apr 03, 2025 IST | Vishal Khamar
નર્મદાનાં ડેડિયાપાડાનાં ધારાસભ્ય એસપી ઓફીસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમ્યાન Dy.Sp તેમજ ધારાસભ્ય વચ્ચે છોડા સમય માટે મામલે ગરમાઈ જતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.
mla chaitar vasava hujarat first

નર્મદાનાં ડેડિયાપાડાનાં AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે એસપી ઓફીસે તેમનાં સમર્થકો સાથે રજૂઆત કરવા ગયા હતા. તે દરમ્યાન Dy.Sp અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. તેમજ ચૈતર વસાવાએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા. ત્યારે ચૈતર વસાવાને તેમનાં સમર્થકો સાથે રસ્તામાં રોકવામાં આવતા ચૈતર વસાવાત તેમજ ડીવાયએસપી સંજય શર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

ધારાસભ્ય તેમજ DySp વચ્ચે બોલાચાલી થઈ

ધારાસભ્ય રજૂઆત કરવા માટે એસપી ઓફીસથી નીકળ્યા હતા. ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. જેમાં ડીવાયએસપી સંજય શર્મા તેમજ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થવા પામી હતી. ચૈતર વસાવાએ કહ્યું કે ધારાસભ્ય છું. સીધી રીતે વાત કરો જો કે ચૈતર વસાવા એ રીતસરના સંજય શર્માને ખખડાવ્યા હતા. તેમજ આંગળી નીચે રાખીને વાત કરો ધારાસભ્ય છું તેમ ચૈતર વસાવાએ કહ્યું હતું. સામે સંજય શર્માએ પણ કહ્યું કે આંગળી નીચે રાખીને વાત કરો. ધારાસભ્યએ સંજય શર્માને કહ્યું સવારમાં તમારૂ મોઢું જોવાનો કોઈ શોખ નથી તો ડીવાયએસપીએ પણ ધારાસભ્યને આંગળી કરી કહ્યું મને પણ તમારૂ મોઢું જોવાનો શોખ નથી. ચૈતર વસાવા એ ડીવાયએસપીનો હાથ પટકતા કહ્યું હાથ નીચે રાખીને વાત કરો અને અવાઝ ધીરે રાખીને વાત કરો સભ્યતા થી વાત કરો. સંજય શર્મા એ પણ કહ્યું સભ્યતા થી તમે વાત કરો.જોકે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ વધતા ટોળા ઉગ્ર બન્યા હતા. બાદમાં મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચોઃGandhinagar : મહેસૂલ વિભાગના 157 ના. મામલતદારની બદલી, 261 ASI ને બઢતી, જુઓ સંપૂર્ણ યાદી

ચૈતર વસાવાએ શું આક્ષેપ કર્યા

તેમજ ચૈતર વસાવાએ કહ્યું હતું કે પોલીસ બે પ્રકારની છે એક સરકારી પગાર લઈ ઈમાનદારીથી કામ કરે છે. જ્યારે બીજી સરકારી પગાર લઈ ભાજપના ઈશારે બુટલેગરોને ધંધા કરાવે છે. તેમજ નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે. દર મહિને કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવે છે. જેની સામે અમારો વિરોધ છે. આ બાબતે અમે એસપીને રજૂઆત કરી છે. આ અટકવું જોઈએ. તેમજ તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો, દારૂ વાળા પર ડ્રાઈવ કરો. તેમાં અમારો પણ સહકાર રહેશે. પરંતું જે પ્રમાણે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂનાં ઠેકાઓ ચાલે છે. રેતીના માફીયાઓ બેફામ બન્યા છે. તેમજ નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. ત્યારે પોલીસ દ્વારા સલામતી પુરૂ પાડવાનું કામ પોલીસ કરે તેવી રજૂઆત અમે કરી છે..

આ પણ વાંચોઃjunagadh: ચણા અને રાયડાનાં વેચાણને લઈ કલેક્ટરની પ્રતિક્રિયા, ખેડૂતોને વાંધો હોય તો કરી શકશે રજૂઆત

Tags :
AAP MLA Chaitar VasavaDediyapada MLAGujarat FirstGUJARAT FIRST NEWSMLA Chaitar VasavaNarmada NewsNarmada PoliceNarmada SP
Next Article