Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિ હંમેશા જીવનમાં રહેશે : PM Modi

PM Modi : ભગવાન રામ હવે અયોધ્યાનગરીમાં આવી ગયા છે. સોમવારે રામ મંદિર (Ram Mandir) ના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઇ ગઇ છે. આ કાર્યક્રમનો હિસ્સો બનવા રમત-ગમત, ઉદ્યોગ જગત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા ચહેરોઓ આવ્યા હતા....
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિ હંમેશા જીવનમાં રહેશે   pm modi
Advertisement

PM Modi : ભગવાન રામ હવે અયોધ્યાનગરીમાં આવી ગયા છે. સોમવારે રામ મંદિર (Ram Mandir) ના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઇ ગઇ છે. આ કાર્યક્રમનો હિસ્સો બનવા રમત-ગમત, ઉદ્યોગ જગત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા ચહેરોઓ આવ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે મંદિરના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખોલી દેવામાં આવ્યા છે. રામ આયેગેના સપના હર હંમેશા જોતા ભક્તો આજે સવારથી જ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વીડિયો શેર કર્યો છે.

ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાની PM Modi એ ક્ષણો શેર કરી

અયોધ્યાનગરીમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કાર્યક્રમનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી વીડિયો શેર કરતા લખ્યું કે, ગઈ કાલે જે જોયું તે હંમેશા યાદ રહેશે. આ વીડિયોમાં PM મોદીએ અયોધ્યામાં પ્રવેશ, મંદિરની સુંદરતા ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાની ક્ષણો શેર કરી છે. 3 મિનિટ 5 સેકન્ડના વીડિયોમાં અયોધ્યા શહેરની સુંદર ઝલક સાથે વડાપ્રધાન (PM Modi) રામ મંદિરમાં અભિષેક માટે જતા જોવા મળે છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) નું નિર્માણ થયું ત્યારથી ભક્તો પોતાને દર્શન કરવાથી રોકી શક્યા નથી. સ્થિતિ એવી છે કે ભારે ઠંડીમાં પણ હજારો ભક્તો વહેલી સવારે 3 વાગ્યાથી છાવણી કરવા રામ મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી પ્રથમ સવારે ભક્તો પૂજા કરવા અને શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે સવારથી મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

Advertisement

Advertisement

રામ મંદિરમાં કયા સમયે કરી શકશો દર્શન ?

રામ મંદિર (Ram Mandir) સવારે 8 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રામલલ્લાને દરરોજ સવારે 4 કલાકે મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. આ પછી મંદિરમાં સવારે 4:30 થી 5 દરમિયાન મંગળા આરતી થશે. રામ મંદિરમાં દરરોજ 5 વાગે આરતી થશે. આ સાથે રામ મંદિરમાં બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે. વડા પ્રધાન મોદી (PM Narendra Modi) એ આ પ્રસંગને નવા યુગના આગમનનું પ્રતીક ગણાવ્યું હતું અને લોકોને મંદિર નિર્માણથી આગળ વધીને આગામી 1000 વર્ષ સુધી મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો બાંધવા આહ્વાન કર્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે, મુખ્યત્વે હિન્દુત્વના બેનર હેઠળ દાયકાઓ જૂનું આંદોલન તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. PM Modi એ તેને નવા યુગનું આગમન ગણાવ્યું હતું.

આ પણ વાંચો - Shubh Muhurat : જાણો શુભ મુહૂર્તમાં ક્યાં કેટલા બાળકોનો થયો જન્મ, પરિવારે છોકરાનું નામ રાખ્યું ‘રામ’

આ પણ વાંચો - Ramotsav : વિવિધ સ્થળે દીપોત્સવ, રામભક્તિના રંગમાં રંગાયા લોકો, જુઓ અદ્ભુત તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×