ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

Gujarat: ગુજરાતમાં અત્યારે ગરમીએ માઝા મુકી દીધી છે. દિવસેને દિવસે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, તેના કારણે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. અત્યારે અનેક જિલ્લાઓને લઈને આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગરમી ખુબ...
07:54 AM May 24, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: ગુજરાતમાં અત્યારે ગરમીએ માઝા મુકી દીધી છે. દિવસેને દિવસે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, તેના કારણે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. અત્યારે અનેક જિલ્લાઓને લઈને આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગરમી ખુબ...
Gujarat Heat Wave

Gujarat: ગુજરાતમાં અત્યારે ગરમીએ માઝા મુકી દીધી છે. દિવસેને દિવસે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, તેના કારણે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. અત્યારે અનેક જિલ્લાઓને લઈને આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગરમી ખુબ જ વધી રહીં છે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી રહીં છે. તમને જણાવી દઈએ કે, અનેક શહેરમાં તો અત્યારે રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. કારણ કે, આવી ગરમીમાં ઘરની બહાર નીકળી શકાય તેમ જ નથી.

2024 ની ગરમી પોતાના તમામ રેકોર્ડ તોડી રહીં છે

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી કરી છે. આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આણંદ, રાજકોટ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. મહેસાણા, અમરેલી, કચ્છ, બનાસકાંઠામાં ભીષણ ગરમીની આગાહી કરાઇ છે.

આકરા તાપના કારણે અનેક શહેર રસ્તાઓ સૂમસામ બન્યા

નોંધનીય છે કે, અનેક શહેરોમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીને પાર થઇ ગયો છે. આકરા તાપના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા છે. Gujarat માં ભારે ગરમીને કારણે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઇ છે. આવી ગરમીમાં ઘરની બહાર નીકળવાથી હીટ સ્ટ્રોક પણ આવી શકે છે.

લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કારણ કે, ગરમીથી અત્યારે અનેક લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે.  છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. સૂર્યદેવ પણ જાણે ગુજરાત પર કોપાયમાન થઈ ગયા છે. તેવી રીતે કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: weather Forecast : આનંદો… કાળઝાળ ગરમીથી જલદી મળશે રાહત! હવામાન નિષ્ણાતે કરી આગાહી

આ પણ વાંચો: Ahmedabad: ગરમીએ તોડ્યો 127 વર્ષનો રેકોર્ડ, જાણો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તાપમાન ?

આ પણ વાંચો: Botad : તળાવમાં ડૂબી જવાથી મોતનો વધુ એક બનાવ, બે યુવકોએ ગુમાવ્યો જીવ

Tags :
AhmedabadGujarat NewsGujarati Newsheat waveHeat Wave AlertHeat Wave in Gujaratheat wave in indiaheat wave Newslocal newsVimal Prajapatiweather news
Next Article