આતંકીઓ થઇ જાઓ સાવધાન...! Jammu માં બનશે NSG કમાન્ડરોનું કાયમી બેઝ
- જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો
- આતંકીઓને ડામવા જમ્મુમાં બનશે NSG કેમ્પ
- હુમલા વાળા સ્થાનો પર પહોંચવામાં નહીં લાગે સમય
છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ (Jammu)માં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકવાદને રોકવામાં મોટી સફળતા મળી છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ જમ્મુ (Jammu)ને નિશાન બનાવ્યું છે. કેન્દ્ર સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હવે જમ્મુ (Jammu)માં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક યુનિટ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. NSG ના વિશેષ કમાન્ડોના જમ્મુ (Jammu)માં કાયમી બેઝ હશે. જમ્મુ (Jammu) શહેરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ને તૈનાત કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ ઈમરજન્સીનો સામનો કરવા માટે તરત જ ફોર્સ મોકલી શકાય.
જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓ વધી...
જમ્મુ (Jammu) પ્રદેશમાં જમ્મુ, ડોડા, કઠુઆ, રામબન, રિયાસી, કિશ્તવાડ, પૂંછ, રાજૌરી, ઉધમપુર અને સાંબા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આ વર્ષે આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ડોડા, પૂંછ અને કઠુઆમાં આતંકવાદીઓ નવેસરથી પોતાની હાજરી વધારી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ (Jammu) ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં 44 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 18 સુરક્ષા જવાનો, 14 નાગરિકો અને 13 આતંકવાદીઓ સામેલ છે.
આ પણ વાંચો : Udaipur Royal Family Dispute : વિશ્વરાજ સિંહ મેવાડે 5 લોકો સાથે ધૂણી દર્શન કર્યા
રાજૌરી-પૂંછમાં આતંકી હુમલા વધ્યા...
રાજૌરી-પૂંછ વિસ્તારમાં એક દાયકાથી આતંકવાદી કેસોમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ, છેલ્લા એક વર્ષથી આ વિસ્તાર ફરી આતંકી હુમલાનું કેન્દ્ર બની ગયો છે. વર્ષ 2021 થી આતંકીઓ આ વિસ્તારમાં સેનાના વાહનોને નિશાન બનાવી રહ્યા છે. ઑક્ટોબર 2021 થી, આ ક્ષેત્રમાં સેનાના વાહનોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં 47 સુરક્ષાકર્મીઓ, 48 આતંકવાદીઓ અને સાત નાગરિકો સહિત 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા, "CM પદને લઈને હવે બધું સ્પષ્ટ થઇ ગયું..."
આતંકવાદને નાબૂદ કરવામાં આવશે...
વધતા આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે સેના, પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ આ વિસ્તારમાં પહેલેથી જ હાજરી ધરાવે છે. હવે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)નો કાયમી આધાર બન્યા બાદ આતંકવાદ પર વધુ આકરો હુમલો કરવામાં આવશે. NSG ની તૈનાતી સાથે, ગૃહ મંત્રાલય જમ્મુ (Jammu) શહેર અને તેની બહારના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો, સુરક્ષા સંસ્થાઓ અને સંવેદનશીલ જાહેર સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક યોજના પણ તૈયાર કરી રહ્યું છે.
આ પણ વાંચો : BJP ને મોટો ઝટકો, આ નેતાએ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું...