ભારતમાં યોજાનારી Women's ODI World Cup ની ઓપનિંગ સેરેમનીમાં પાક.ટીમ ભાગ લેશે નહીં
- ICC Women's ODI World Cup 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે
- વર્લ્ડકપની ઓપનિંગ સરેમની ભારતના ગુહાવાટીમાં યોજાવવાની છે
ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા ICC મહિલા ODI વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડકપને શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા પાકિસ્તાને ડ્રામાબાજી શરૂ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે, કે હવે વર્લ્ડકપની ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાનની ટીમ તેમાં ભાગ લેશે નહીં.વર્લ્ડકપની ઓપનિંગ સરેમની ભારતના ગુહાવાટીમાં યોજાવવાની છે.
Women's ODI World Cup ની ઓપનિંગ સરેમનીમાં પાક.ટીમ ભાગ લેશે નહીં
નોંધનીય છે કે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયોના અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે કે મહિલા ટીમ વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે નહીં. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. આ કારણે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ થઈ રહ્યો છે. આ બંને ટીમો મહિલા વર્લ્ડ કપમાં પણ એક મેચ રમવાની છે, જેનો વિરોધ થઈ રહ્યો છે.
Women's ODI World Cup ના ફોટોશૂટમાં પણ ભાગ લેશે નહીં
વર્લ્ડકપમાં ભાગ લેનારી બધી ટીમોની કેપ્ટનો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે છે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પાકિસ્તાન ટીમ ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહેશે એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પણ કેપ્ટનોના ફોટોશૂટ માટે ભારત આવશે નહીં.
પાકિસ્તાન ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. જો આ ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો આ મેચ પણ શ્રીલંકામાં રમાશે અને જો તે ફાઇનલમાં પહોંચે છે, તો આ મેચ પણ શ્રીલંકામાં રમાશે.
Women's ODI World Cup માટે બંને દેશો વચ્ચે એક ફોર્મ્યુલા બનાવવામાં આવી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. બંને ટીમો ફક્ત ICC ઇવેન્ટ્સ અને એશિયા કપમાં જ ટકરાય છે. ભારતે લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. જોકે, ગયા વર્ષે રમાયેલા ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. તાજેતરમાં બંને દેશો વચ્ચે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો છે જેના હેઠળ ભારતીય ટીમ કોઈપણ ટુર્નામેન્ટ કે મેચ માટે પાકિસ્તાન જશે નહીં અને ન તો પાકિસ્તાની ટીમ ભારત આવશે. બંને દેશો આ ફોર્મ્યુલા જાળવી રાખવા માંગે છે.
આ પણ વાંચો : Hardik Pandya New Look : નવા અવતારમાં જોવા મળ્યો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા!