Breaking News : પીએમ મોદી અને રાહુલ ગાંધીના વિમાનો અટવાયા...
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી આવતા વિમાનને ઝારખંડના દેવધરમાં રોકી દેવાયું
- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું
- પીએમ મોદીની સભાને કારણે ક્લિયરન્સ ના મળ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ
Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી આવતા વિમાનને ઝારખંડના દેવધરમાં રોકી દેવાયું છે. હાલમાં મળી રહેલા Breaking News મુજબ 1 કલાકથી પીએમ મોદીના વિમાનને રોકી રખાયું છે તો બીજી તરફ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું છે. ATCની મંજૂરીના અભાવે રાહુલનું હેલિકોપ્ટર અડધો કલાક ગોડ્ડામાં ઊભું રહ્યું છે.
પીએમ મોદીની સભાને કારણે ક્લિયરન્સ ના મળ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ
આ તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસ ધારાસભ્યનો આરોપ
રાહુલનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબદ્દા ખાતે રોકાયું છે. કોંગ્રેસ ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે. ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ઉભા હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે. રાહુલ ગાંધી હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને ગોડ્ડાથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ પણ હેલિપેડની આસપાસ ઉભા હતા.