ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Milk Price: દૂધ ભાવ ફરી લોકોને દઝાડશે! પ્રતિ લિટરે 2 રૂપિયાનો કરવામાં આવ્યો વધારો

Milk Price: ચૂંટણીનો માહોલ હવે પૂર્ણ થઈ ગયો છે. તમામ રાજકીય નેતાઓ હવે તેમના નિવાસે જવા લાગ્યા છે. ગુજરાતનો એક મોટો વર્ગ પશુપાલન સાથે જોડાયેલો છે. જે ગુજરાત, ભારત અને વિશ્વભરના લોકો માટે દૂધ પૂરૂ પાડે છે. તેમને તો તેના પૂરા...
09:14 PM Jun 02, 2024 IST | VIMAL PRAJAPATI
Milk Price: ચૂંટણીનો માહોલ હવે પૂર્ણ થઈ ગયો છે. તમામ રાજકીય નેતાઓ હવે તેમના નિવાસે જવા લાગ્યા છે. ગુજરાતનો એક મોટો વર્ગ પશુપાલન સાથે જોડાયેલો છે. જે ગુજરાત, ભારત અને વિશ્વભરના લોકો માટે દૂધ પૂરૂ પાડે છે. તેમને તો તેના પૂરા...

Milk Price: ચૂંટણીનો માહોલ હવે પૂર્ણ થઈ ગયો છે. તમામ રાજકીય નેતાઓ હવે તેમના નિવાસે જવા લાગ્યા છે. ગુજરાતનો એક મોટો વર્ગ પશુપાલન સાથે જોડાયેલો છે. જે ગુજરાત, ભારત અને વિશ્વભરના લોકો માટે દૂધ પૂરૂ પાડે છે. તેમને તો તેના પૂરા ભાવ મળતા જ નહીં પરંતુ અત્યારે લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આવતીકાલથી અમૂલના દૂધમાં પ્રતિ લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કરાવામાં આવ્યો છે. જેના કારણે હવે તમારે દૂધ ખરીદવા માટે ફરી વધારે પૈસા ચૂકવવા પડશે.

અમૂલ દ્વારા મોટા પ્રમાણેમાં દૂધ સપ્લાય કરવામાં આવે

નોંધનીય છે કે, અમૂલ દ્વારા મોટા પ્રમાણેમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે. જેમાં અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધનો સમાવેશ થાય છે. આ તમામ દૂધમાં વધારો કરવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો જે અમૂલ ગોલ્ડ પહેલા 64 રૂપિયે લીટર મળતું હતું તેના માટે તમારે હવે 66 રૂપિયા આપવા પડશે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલની વાત કરવામાં આવે તો તે પહેલા 62 રૂપિયે લીટર મળતુ હતું જેનો ભાવ વધીને 64 રૂપિયા થઈ ગયો છે. નોંધનીય છે કે, પહેલા અમૂલ શક્તિ દૂધનો લીટરનો ભાવ 60 રૂપિયા હતો પરંતુ હવે તમારે અમૂલ શક્તિ માટે 62 રૂપિયા આપવા પડશે.

દૂધના ભાવ સાથે સાથે દહીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો

તમને જણાવી દઇએ કે, દૂધના ભાવ સાથે સાથે દહીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે ભારતના દરેક ઘરમાં અમૂલનું દૂધ પહોંચી રહ્યું છે. પરંતુ અમૂલ કંપની પણ જાણો પોતાની મનમરજી પ્રમાણે ભાવ વધારો કરીને લોકોની કમર તોડી રહીં છે. એકબાજું મોઘવારીનો માર તો લોકો સહી જ રહ્યા છે, ત્યા બીજી બાજુ જેના વિના ચાલે તેમ નથી તેમાં પણ ભાવ વધી રહ્યા છે. ના કેવળ દૂધ પરંતુ અમૂલ કંપની દ્વારા દહીંમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CHEMICAL MANGO: કેરી એટલે મોત! રાત્રે આંબેથી ઉતરે, સવારે પાકી જાય અને બપોરે તમારા ઘરે પણ પહોંચી જાય!

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Tags :
Amul MilkAmul milk no BhavAmul milk PriceDudhno bhavIncrease the price of milklatest newslocal newsMilk PriceMilk Price News
Next Article