લીલા શાકભાજીના ભાવ બમણા, મધ્યમવર્ગીય ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં શરૂઆતી તોફાની બેટિંગ કર્યા બાદ વરસાદ છેલ્લા બે દિવસથી ઘટ્યો છે. આ સાથે જ લીલા શાકભાજીની ડિમાન્ડ વધવા લાગી છે, પરંતુ જે પ્રમાણે ડિમાન્ડ છે તે પ્રમાણે આવકમાં ઘટાડો થતા તેમા ભાવ વધારો થયો છે. લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગીય ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રીંગણા, ભીંડા, મરચા અને આદુંના ભાવ વધ્યા છે.
શાકભાજીમાં ભાવ વધારો બગાડશે ગૃહિણીઓનું બજેટ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ પડ્યો છે. ભલે છેલ્લા બે દિવસથી વરસાદ ઘટ્યો હોય પણ જે રીતે વરસાદ આ પહેલા પડ્યો તેના કારણે ખુલ્લા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરમાં ઊભેલો પાક ડૂબી ગયો હતો. ઉપરાંત સપ્તાહ કરતાં વધુ સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. જેના કારણે હવે સામાન્ય માણસ પર મોંઘવારીનો ભાર જોવા મળી રહ્યો છે. જીહા, તાજેતરમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદની જો વાત કરીએ તો અહીં આદુનો ભાવ વધ્યો છે. સારામાં સારું આદુ 190 થી 200 માં વેચાઈ રહ્યું છે. સામાન્ય ક્વોલિટીના 150 થી 160 રૂપિયા વેચાય છે. વળી છૂટક બજારમાં આદુનો ભાવ 220 થી 250 ને પાર કરી ગયો હતો. આ સાથે ટામેટાનો પણ ભાવ વધ્યો છે. ખાસ કરીને વરસાદને લીધે શાકભાજીની આવક અડધી થઇ જતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવારસિંગ, તુવેરસિંગ પાપડી જેવા શાકભાજીના ભાવ 100 રૂપિયાને આંબી ગયા છે. જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઈ ગઈ છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતાં કાંદા અને બટાટાના ભાવ 10 રૂપિયાથી 30 રૂપિયે કિલો થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
મોટા ભાગની શાકભાજીઓમાં 20થી 30 ટકાનો ભાવ વધ્યો
જણાવી દઇએ કે, ટામેટાનો હોલસેલ બજારમાં ભાવ 70થી 120 જેટલો નોધાયો છે. જયારે મરચાનો ભાવ હોલસેલ માર્કેટ માં 55-60 જયારે છૂટક બજારમાં 110-120 જેટલો જોવા મળી રહ્યો છે. ધાણાનો ભાવ પણ હોલસેલ માં 90-110 જયારે બજાર માં 110-120 જેટલો જોવા મળી રહ્યો છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં 70 રૂ. છે. જયારે લીલા મરચાંથી માંડીને સિમલા મરચાંના ભાવ પણ બમણાં થઈ ગયા છે. આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે. આ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દેશ ના મોટા ભાગના શહેરોમાં આ સ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગની શાકભાજીઓમાં 20થી 30 ટકાનો ભાવ વધતા હમણાં રાહતના સમાચાર મળવાની શક્યતા નહીવત દેખાઈ રહીં છે.
રાજ્યમાં આવેલા બિપોરજોય વાવાઝોડાની અસર
રાજ્યમાં થોડા દિવસો પહેલા બિપોરજોય વાવાઝોડાના કારણે અને તે પછી અવિરત વરસાદના કારણે ખેતરમાં ઉગાડવામાં આવેલા પાકને નુકસાન થયું છે. જેના કારણે આવકમાં ઘટાડો નોંધાયો, જ્યારે હાલમાં ડિમાન્ડ વધી અને માર્કેટમાં ભાવમાં વધારો જોવા મળ્યો. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વરસાદ ખૂબ બેટિંગ કરી હતી. જેના કારણે શાકભાજીના ભાવોમાં તેજી આવી છે. જે આગામી સમયમાં સામાન્ય થઈ શકે છે. જ્યારે આગામી દિવસોમાં તહેવાર વચ્ચે ફરી ભાવ વધારો આવી શકે તેવી પણ ભીતિ રહેલી છે.
આ પણ વાંચો – ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



