Ahmedabad: શહેરના 2 બ્રિજ તો બંધ હતા હવે ત્રીજો બ્રિજ પણ થશે બંધ!
- Ahmedabad: 5 જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે અંડરબ્રિજ બંધ
- બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરબ્રિજ બંધ કરાશે
- રિક્ષા અને બસ જેવા વાહનો માટે રિવરફ્રંટ પણ છે પ્રતિબંધિત
Ahmedabad: અમદાવાદવાસીઓના વાહનચાલકોની મુશ્કેલી વધશે. જેમાં શાહીબાગ અંડરબ્રિજ એક અઠવાડિયા માટે બંધ થશે. તેમાં 5 જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે અંડરબ્રિજ બંધ રહેશે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરબ્રિજ બંધ કરાયો છે. એક તરફ સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પણ બંધ થયો છે. તથા શાહીબાગ અંડરબ્રિજ પણ બંધ થતા વાહનચાલકો પરેશાન થશે.
રિક્ષા અને બસ જેવા વાહનો માટે રિવરફ્રંટ પણ પ્રતિબંધિત
રિક્ષા અને બસ જેવા વાહનો માટે રિવરફ્રંટ પણ પ્રતિબંધિત છે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો ક્યાંથી જશે તે યક્ષ પ્રશ્ન થઇ રહ્યો છે. દિલ્હી દરવાજા તરફ જતા વાહનચાલકો ક્યાંથી જશે તે મોટો પ્રશ્ન છે. ગાંધીનગર તરફથી શાહીબાગ વચ્ચેના ત્રણેય બ્રિજ એકસાથે બંધ થયા છે. જેમાં એકસાથે ત્રણ બ્રિજ બંધ થતા વાહનચાલકો હેરાન પરેશાન થશે.
Ahmedabad માં 2 બ્રિજ તો બંધ હતા હવે ત્રીજો બ્રિજ પણ થશે બંધ! | Gujarat First
શાહીબાગ અંડરબ્રિજ એક અઠવાડિયા માટે થશે બંધ
5 જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે અંડરબ્રિજ બંધ
બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરબ્રિજ બંધ કરાશે
એક તરફ સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પણ બંધ
શાહીબાગ અંડરબ્રિજ પણ… pic.twitter.com/tZg4IpZwTB— Gujarat First (@GujaratFirst) December 31, 2025
Ahmedabad: 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના
અમદાવાદના ઔદ્યોગિક હબ ગણાતા વટવા GIDC વિસ્તારમાં મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રિજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી
વટવા GIDCમાં આવેલો આશરે 23 મીટરની લંબાઈ ધરાવતો મચ્છુનગર બ્રીજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેતો હતો. આ બાબતને ધ્યાને રાખીને GIDC દ્વારા આ બ્રીજનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર, જાણો ક્યા પડી રહ્યો છે વરસાદ


