Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટની કામગીરી પુરજોશમાં, 9 લોકોના DNA ટેસ્ટ થયા મેચ
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો
- દુર્ઘટનાના ત્રીજા દિવસે મૃતકોના પરિવારને મૃતદેહ સોંપાશે
- વિવિધ જિલ્લાઓમાંથી ડેડબોડી વાન મંગાવવામાં આવી
અમદાવાદમાં તા. 12 જૂનના રોજ થયેલ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરોમાંથી 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને બે અનુભવી પાયલોટ સહિત 265 લોકોના મોત થયા છે. તમામના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સગા-સબંધીઓના ડીએનએ રિપોર્ટ લઈ મૃતદેહોની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળ્યો હતો.
વિવિધ જિલ્લાઓમાંથી ડેડબોડી વાન મંગાવવામાં આવી
દુર્ઘટનાના ત્રીજા દિવસે મૃતકોનાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. તેમજ વિવિધ જિલ્લાઓમાંત ડેડબોડી વાન મંગાવવામાં આવી રહી છે. તેમજ એમ્બ્યુલન્સ અને icu ઓન વ્હીલ મંગાવવામાં આવી રહી છે. 192 મૃતદેહો માટે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ ગાડીના ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચન આપવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનું સિવિલ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ગઈકાલે 8 મૃતદેહની ઓખળ બાદ પરિવારને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા.
39 લોકોના DNA ટેસ્ટ મેચ થયા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA ટેસ્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમજ અત્યાર સુધી 9 લોકોના DNA ટેસ્ટ મેચ થયા છે. તે પૈકી 5-5 પરિવારોને હાલ બોલાવવામાં આવ્યા છે. તબક્કાવાર રિપોર્ટ આવતા બોડી સોંપવામાં આવશે. નવા PM રૂમથી બોડી સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે.
પરિવારજનોને ડેડબોડી સોંપવાનું શરૂ કરાયું
સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક મૃતદેહને તેમના પરિવારજનોને ડેડ બોડી સોંપવામાં આવી રહી છે. તેમજ તમામ ડેડબોડી વ્હીકલની આગળ એક એસ્કોર્ટ વ્હીકલ લાગશે. એસ્કોર્ટ વ્હીકલ પર અમદાવાદ પોલીસ દ્વારા ખાસ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેમાં Vectim’s escort vehicles (gujarat police) આ પ્રકારના સ્ટિકર લગાવવામાં આવ્યા છે.