Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SIT : 100 પાનાના રિપોર્ટમાં મોટા માથાની સંડોવણી...

SIT : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ માટે રચાયેલી SITના સભ્યો આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. 100 પાનાના આ અહેવાલમાં અનેક ચોંકાવનારા તારણો...
sit   100 પાનાના રિપોર્ટમાં મોટા માથાની સંડોવણી

SIT : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ માટે રચાયેલી SITના સભ્યો આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. 100 પાનાના આ અહેવાલમાં અનેક ચોંકાવનારા તારણો હોઇ શકે છે. રિપોર્ટમાં મોટા માથાની પણ સંડોવણી જણાઇ છે.

Advertisement

સુભાષ ત્રિવેદી સહિતના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત કરી બેઠક યોજી

Rajkot TRP Game Zoneમાં એક મહિના પહેલા લાગેલી આગમાં 33 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તત્કાળ SITની રચના કરી હતી જેની અધ્યક્ષતા આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીને સોંપાઇ હતી. આજે SITના સભ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા. સુભાષ ત્રિવેદી સહિતના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત કરી બેઠક યોજી હતી અને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

અલગ અલગ વિભાગની સ્પષ્ટ બેદરકારી

SIT એ અંદાજે 100 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક બાદ સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ ઘટનામાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ સહિત અલગ અલગ વિભાગની બેદરકારી અને નિષ્કાળજી જણાઇ છે. ટીમે રાત દિવસ તપાસ કરી સમગ્ર ઘટનાના પુરાવા તૈયાર કર્યા છે. અંદાજે 100 પાનાનો રિપોર્ટ તૈયાર કરાયો છે. અમે પુરાવા સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. 4 આઇએએસ અને 1 આઇપીએસની પણ પૂછપરછ કરી છે. સીટની તપાસ હજું પણ ચાલુ રહેશે. અમે ગેમઝોન માટે ગાઇડલાઇન પણ તૈયાર કરી છે.

Advertisement

SITને આ બનાવમાં અનેક લોકોની નિષ્કાળજી નજરે આવી

તેમણે કહ્યું કે દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે. આ બનાવ કેમ બન્યો, કોણ કારણભૂત, ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું તે અંગે તપાસ કરી છે. SITને આ બનાવમાં અનેક લોકોની નિષ્કાળજી નજરે આવી છે.

Advertisement

કોઈપણ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલ હશે તેની સામે પગલાં ભરાશે

સુભાષ ત્રિવેદીએ કહ્યું કે કોઈપણ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલ હશે તેની સામે પગલાં ભરાશે. SIT ની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે હાલ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોઈપણ નિર્દોષ વ્યક્તિ ને દંડવાનો અમારો પ્રયાસ નથી. અમે નિષ્ઠાપૂર્વક અમારી ભૂમિકા અમે ભજવી છે.

હજુ અન્ય IPS અને IAS અધિકારી ની પણ પૂછપરછ કરવામાં આવશે

તેમણે કહ્યું કે 4 IAS અને 1 IPS અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. જે અધિકારી ના ફોટા વાયરલ થયા હતા. એ લોકો એક બર્થ ડે પાર્ટીમાં ગેમઝોનમાં ગયા હતા. હજુ અન્ય IPS અને IAS અધિકારી ની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત પેટ્રોલ ડિઝલનો જથ્થો હતો તેવું પરસેપ્શન છે. ત્યાં આગળ રેઝીન લાવતા હતા. પુરાવા મળ્યા છે અને પેટ્રોલ પંપ પર તપાસ કરી છે. ૩૦ લીટર થી વધુ જથ્થો રાખવો હોય તો લાઈસન્સ જોઈએ.

આ પણ વાંચો----Rajkot TRP Gamezone : નકલી મિનિટસ બુકમાં સહી કરનારા 21 કર્મચારીઓની થશે પૂછપરછ

Tags :
Advertisement

.