Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઇ કરેલી અરજી SC એ ફગાવી, કહ્યું, આવી અરજી કેમ લાવો છો?

સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી PIL ને ફગાવી દીધી છે. કોર્ટે સહજતાથી કહ્યું - મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં...
નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઇ કરેલી અરજી sc એ ફગાવી  કહ્યું  આવી અરજી કેમ લાવો છો
Advertisement

સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી PIL ને ફગાવી દીધી છે. કોર્ટે સહજતાથી કહ્યું - મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ પછી અરજદાર એડવોકેટ જયા સુકિને અરજી પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં પણ નહીં જાય.

ઉલ્લેખનીય છે કે, સંસદ પરનો વિવાદ દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ સીઆર જયા સુકીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. આવી સ્થિતિમાં તેમને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અરજીમાં આ અંગે લોકસભા સચિવાલયને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

નવી સંસદના ઉદ્ઘાટન પર રાજકીય હોબાળો

Advertisement

કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ તે લોકશાહી પર સીધો હુમલો પણ છે. તે જ સમયે, ભાજપ સહિત 25 પક્ષો ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે.

17 પક્ષો ભાગ લેશે

ભાજપ, શિવસેના (શિંદે જૂથ), શિરોમણિ અકાલી દળ, NPP, NDPP, SKM, JJP, RLJP, RP (આઠવલે), અપના દળ (S), તમિળ મનિલા કોંગ્રેસ, AIADMK, BJD, તેલુગુ દેશમ પાર્ટી, YSR કોંગ્રેસ, IMKMK અને AJSU MNF.

વિરોધ કરી રહેલા 21 પક્ષો

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પક્ષ, ઉદ્ધવ ઠાકરેનું શિવસેના જૂથ, ભારતીય સામ્યવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ (RJD), CPI, ઝારખંડ મુક્તિ મોરચા JMM, કેરલા કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્છી VCK, RLD, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જનતા દળ-યુનાઈટેડ (JDU), CPI(M) , IUML, નેશનલ કોન્ફરન્સ, RSP, AIMIM અને MDMK ઓપનિંગ ઇવેન્ટમાં ભાગ નહીં લે.

Tags :
Advertisement

.

×