Ahmedabad : નારણપુરા વિસ્તારમાંથી 25 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ
- અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો
- Sog એ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો
- નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14મા માળેથી ઝડપાયો જથ્થો
- SOG એ જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું
- કુલ 7 આરોપી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- SOG એ 5 આરોપીની ધરપકડ કરી
Ahmedabad SOG : અમદાવાદ એસઓજી પોલીસની ટીમે મહત્વની કામગિરી કરીને નારણપુરા વિસ્તારમાંથી 25 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધુ છે. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામના શખ્સના ઘરમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપી લીધો છે. આ સાથે અમદાવાદ એસઓજીએ છેલ્લા 3 વર્ષમાં NDPS ના 100 કેસ પૂર્ણ કર્યા છે. તપાસમાં બહાર આવ્યું કે જીગ્નેશ પંડ્યા ઘરે ડ્રગ્સ માટે પાર્ટી યોજતો હતો
એલીફંટા સોસાયટીના 14મા માળે રહેતા જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં દરોડા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એલીફંટા સોસાયટીના 14મા માળે રહેતા જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત 25.68 લાખ થવા જાય છે. પોલીસે આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો----Ahmedabad : યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસ આરોપી સુધી તો.
મુખ્ય આરોપી જીગ્નેશ પંડ્યા પોતાના ઘરે જ નશેડીઓ માટે ડ્રગ્સ માટે પાર્ટી યોજતો
મળેલી માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલીફંટા સોસાયટીના 14 માળે એસઓજીની ટીમે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે મુખ્ય આરોપી જીગ્નેશ પંડ્યા પોતાના ઘરે જ નશેડીઓ માટે ડ્રગ્સ માટે પાર્ટી યોજતો હતો અને પાર્ટીમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી વ્યક્તિ દીઠ 1 હડાર રુપિયા વસુલતો હતો
ત્રણ વાર જીગ્નેશે પોતાના ઘરે ડ્રગ્સ પાર્ટી કરી
અત્યાર સુધી ત્રણ વાર જીગ્નેશે પોતાના ઘરે ડ્રગ્સ પાર્ટી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જીજ્ઞેશ અગાઉ ઘરે દારૂની પાર્ટી પણ કરતો હતો . રાજસ્થાનથી મોહમંદ ખાન ડ્રગ્સ લાવ્યો હતો. પોલીસે
મુખ્ય આરોપી જીગ્નેશ, ડ્રગ્સ લાવનાર અને અને ડ્રગ્સ ડિલિવરી લેવા આવનાર સહિત 5 ની ધરપકડ કરી છે.
આરોપીઓ વોટ્સેપ કોલ થકી પાર્ટી માટે કનેક્ટ રહેતા
તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ વોટ્સેપ કોલ થકી પાર્ટી માટે કનેક્ટ રહેતા હતા. તેઓ પાર્ટીમાં જનાર લોકોને એક સ્થાન પર બોલાવતા અને છેલ્લે પાર્ટીના લોકેશન પર તમામને લઈ જવાતા હતા. ઉલ્લેખનિય છે કે નારણપુરા NDPS કેસ સાથે SOG પોલીસે છેલ્લા 3 વર્ષમાં 100 કેસ પૂર્ણ કર્યા છે.
આ પણ વાંચો----Ahmedabadની રૂબ્સ સ્કૂલમાં ફીના નામે વસૂલી