ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Char Char Bangdi Vali : ચાર ચાર બંગડીવાળા ગીતના કોપી રાઇટ વિવાદનો મામલો ફરી સામે આવ્યો

Char Char Bangdi Vali: કિંજલ દવે નવરાત્રિમાં ચાર ચાર બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં
11:43 AM Sep 18, 2025 IST | SANJAY
Char Char Bangdi Vali: કિંજલ દવે નવરાત્રિમાં ચાર ચાર બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં
Char Char Bangadi, Navratri, Gujarat High Court, Kinjal Dave Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Char Char Bangdi Vali : ચાર ચાર બંગડીવાળા ગીતના કોપી રાઇટ વિવાદનો મામલો ફરી સામે આવ્યો છે. જેમાં ગાયિકા કિંજલ દવે નવરાત્રિમાં ચાર ચાર બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં. જેમાં ગુજરાત હાઈકોર્ટે ગીત ગાવા પર 8 અઠવાડિયા સુધીનો સ્ટે. આપ્યો છે. કોપીરાઇટનો કેસ કરનાર કંપની રેડ રિબને ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની રજૂઆત કરતા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. વર્ષ 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો.

રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો

કોપી રાઈટ એક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી સોંગ ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સોંગના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો. કંપનીના દાવા મુજબ આ ગીતના રાઇટ્સ પર હક ધરાવતી કંપનીએ, ગીત ગાવા પર પ્રતિબંધ મૂકવા માગ કરી હતી. જેમાં કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30 જાન્યુઆરી 2024થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મૂકાયો હતો.

 

Char Char Bangdi Vali : આ ગીત ગાઈને લાખો- કરોડો રૂપિયાની કમાણી કરી

વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ દ્વારા આ 'ચાર ચાર બંગડીવાળી' (Char Char Bangdi) ગીત લખવામાં આવ્યું હતું. સાથે જ ગીતને કમ્પોઝ અને ગાવામાં પણ આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાતી સિંગર કિંજલ દવે (Kinjal Dave) દ્વારા કોપીરાઇટ એક્ટનો ભંગ કરી આ સમગ્ર ગીતનો ઉપયોગ કરી પોતે ગાઈને વીડિયો રિલીઝ કરી અઢળક કમાણી કરવામાં આવી હતી. આ ગીતના રિલીઝ બાદ સિંગર કિંજલ દવેની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થયો હતો. કિંજલ દવે એ અનેક મંચો પર પણ આ ગીત ગાઈને લાખો- કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

ચાર ચાર બંગડી વાળાગીત ગાવાની કિંજલ દવેને પરવાનગી

ત્યારે આ ગીતના મુખ્ય સિંગર કાર્તિક પટેલ (Karthik Patel) દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. કે તેમની સાથે અન્યાય થયો છે અને તેમની મંજૂરી વગર તેમના ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે વર્ષો પછી સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સિંગર કિંજલ દવેને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે અને આ દંડ 7 દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને ચુકવવા હુકમ કર્યો છે. જો કે, કિંજલ દવે એ કોર્ટમાં બિનશરતી માફી પણ માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે, અનેક સ્થળે ગીત ગાઈને રૂપિયા કમાયા છે, માફી યોગ્ય નથી.

આ ગીતના રિલીઝ થયા બાદ કિંજલ દવેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં પહોંચી

આ ગીતના રિલીઝ થયા બાદ કિંજલ દવેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં પહોંચી હતી. આ ગીતે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. જો કે, આ ગીત સાથે કિંજલ દવે વિવાદોમાં પણ સપડાઈ હતી. એવી માહિતી પણ છે કે, આ ગીતના વીડિયોમાં કિંજલ દવેએ જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાઈ હતી. આ કારણે પણ કિંજલ દવેની મુશ્કેલીઓ વધી હતી.

આ પણ વાંચો: Brain Eating Amoeba: મગજ ખાનાર અમીબાએ કેરળમાં હાહાકાર મચાવ્યો, અત્યાર સુધીમાં 19 લોકોના મોત

Tags :
Char Char BangadiChar Char Bangdi ValiGujarat FirstGujarat High CourtGujarat NewsGujarati NewsGujarati Top NewsKinjal Dave GujaratNavratriTop Gujarati News
Next Article