ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટના માર્ગો પર જય જગન્‍નાથનો નાદ ગુંજયો, સનાતની બુલડોઝર બન્યું આકર્ષણનું કેન્દ્ર

આજે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ અને શહેરભરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો. શહેરના નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કર્યું હતું અને દિવસભર શહેરમાં નગરચર્યા કર્યા બાદ સાંજે નીજ મંદિરે પરત ફરશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી...
03:56 PM Jun 20, 2023 IST | Dhruv Parmar
આજે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ અને શહેરભરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો. શહેરના નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કર્યું હતું અને દિવસભર શહેરમાં નગરચર્યા કર્યા બાદ સાંજે નીજ મંદિરે પરત ફરશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી...

આજે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ અને શહેરભરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો. શહેરના નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કર્યું હતું અને દિવસભર શહેરમાં નગરચર્યા કર્યા બાદ સાંજે નીજ મંદિરે પરત ફરશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દ્વારા આરતી કરવામાં આવી હતી.

રાજકોટમાં નાના મૈવા સ્થિત કૈલાશધામ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે. આ બુલ્ડોઝર જોઈને ભલભલા લોકો થોડા સમય માટે તો ચોંકી ગયા હતા. કારણ કે, સામાન્ય રીતે રથયાત્રામાં ટેબ્લો અને ભજન મંડળી જોવા મળતી હોય છે. પણ રાજકોટમાં આ પ્રકારનું વાહન પહેલી વખત રથયાત્રામાં જોવા મળતા લોકો આશ્ચર્ય પામ્યા હતા. આ બુલ્ડોઝરને સનાતની બુલ્ડોઝર નામ અપાયું હતું.

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. રાજકોટમાં 22 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે.

આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ સંતોની સાથે શહેરીજનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ સંતોએ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજુ કર્યા હતા અને રથયાત્રાનું અદ્ભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.. રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે અને સાંજે આ રથયાત્રાનું સમાપન કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજનજર, પહેલીવાર થઈ રહ્યો છે આ સિસ્ટમનો ઉપયોગ

Tags :
Ahmedabad PoliceBhupendra PatelDrone SystemHarsh SanghaviRAJKOTrajkot policeRathyatra 2023sanatani bulldozer
Next Article