RCB ની હાર સાથે આ સ્ટાર ખેલાડીની 20 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીનો આવ્યો અંત!
Dinesh Karthik Retirement : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બુધવારની રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RR vs RCB) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જોકે, મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ની જીત થઇ અને આ સાથે જ RCB ના કરોડો ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. જે ટીમ સતત 6 મેચ જીતીને પ્લેઓફ (playoffs) સુધી પહોંચી હતી તે એલિમિનેટર મેચ (Eliminator Match) પણ જીતી જશે તેવી સૌ કોઇ આશા રાખીને બેઠા હતા. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે IPL 2024 માં RCB ની સફર સમાપ્ત થઇ. IPL પ્લેઓફમાં RCB ની આ 10મી હાર છે. વળી આ હાર સાથે ટીમના એક સ્ટાર ખેલાડીનું કેરિયર પણ પૂર્ણ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોણ છે તે આવો જાણીએ આ આર્ટિકલમાં...
દિનેશ કાર્તિકે નિવૃત્તિનો સંકેત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ બુધવારે મોટી મેચમાં ફરી એકવાર ફ્લોપ સાબિત થઇ હતી. અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો. આ મેચ બાદ RCBના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે મેચ બાદ પોતાના ગ્લોવ્સ ઉતારીને ચાહકો અને RCB ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે JioCinemaએ તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. જોકે આ પહેલા દિનેશ કાર્તિકે નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. કાર્તિકે એપ્રિલ મહિનામાં સ્કાય સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે આ મારી છેલ્લી IPL છે. માનવ મન એકદમ ચંચળ છે. રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ દિનેશ કાર્તિકે પોતાના ગ્લોવ્ઝ ઉતાર્યા અને હાથ ઉંચો કરીને ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ સિવાય ચાહકોએ ઉભા થઈને તેના માટે તાળીઓ પાડી હતી. ભીડમાંથી DK-DKની બૂમો પણ સંભળાઇ હતી.
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યાર બાદ મેદાન છોડતા પહેલા દિનેશ કાર્તિકને તેના RCB સાથી ખેલાડીઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. કાર્તિકે પણ વિરાટ કોહલીને ભાવુક રીતે ગળે લગાવ્યો હતો. Jio Cinemaએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે જસ્ટ રિટાયર! IPL એ વીડિયો પણ પોસ્ટ કર્યો અને લખ્યું કે RCB to Dinesh Karthik. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી એલિમિનેટર મેચ દિનેશ કાર્તિકની છેલ્લી IPL મેચ છે.
1⃣ #TATAIPL 🏆
2⃣nd - most dismissals by a WK in #IPL 💪
3⃣rd - most appearances in the league's history! 🤯#IPLonJioCinema #RRvRCB #DineshKarthik #TATAIPLPlayoffs pic.twitter.com/dXYJz6skOi— JioCinema (@JioCinema) May 22, 2024
ધોની પહેલા ડેબ્યૂ કર્યું
દિનેશ કાર્તિકે MS Dhoni પહેલા ડેબ્યુ કર્યું હતું. તેણે 2008માં દિલ્હી ડેરડેવિલ્સથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કાર્તિક 16 વર્ષમાં 6 ટીમો તરફથી રમ્યો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામ સામેલ છે. જણાવી દઇએ કે, દિનેશ કાર્તિક 2008થી IPLમાં રમી રહ્યો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 2013નું IPL ટાઈટલ પણ જીત્યું છે. આ સિવાય તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ આઉટ થવામાં બીજા નંબરનો વિકેટકીપર છે. તેણે IPLની 257 મેચોમાં 4852 રન બનાવ્યા છે, જેમાં 97 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. IPLમાં તેના નામે 22 અડધી સદી પણ છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કેપ્ટનશિપની જવાબદારી પણ લીધી.
આ પણ વાંચો - RCB vs RR: બેંગલુરૂનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર, રાજસ્થાનની 4 વિકેટે જીત
આ પણ વાંચો - RCB vs RR : વિરાટ કોહલીએ બેંગલુરુની ચિંતામાં કર્યો વધારો, જાણો કેવી રીતે