વાવાઝોડું અત્યારે ભલે શાંત છે પણ આ તમારી ભ્રમણા પણ હોઇ શકે...!
કચ્છમાં ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડું હાલ જખૌથી 20 કિમી દુર છે. હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાની આંખનો થોડો ભાગ જખૌ પોર્ટ પાસે પહોંચ્યો છે. હાલ વાવાઝોડની પવનની ગતિ 115 કિમીથી 120 કિમી સુધીની છે. વાવાઝોડાની આંખથી 50 કિમી સુધીનો વિસ્તાર...
11:19 PM Jun 15, 2023 IST
|
Vipul Pandya
કચ્છમાં ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડું હાલ જખૌથી 20 કિમી દુર છે. હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડાની આંખનો થોડો ભાગ જખૌ પોર્ટ પાસે પહોંચ્યો છે. હાલ વાવાઝોડની પવનની ગતિ 115 કિમીથી 120 કિમી સુધીની છે.
વાવાઝોડાની આંખથી 50 કિમી સુધીનો વિસ્તાર શાંત હોય છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું જખૌ બંદરપર ત્રાટકશે ત્યારે વાવાઝોડાની આંખ તે સ્થળે આવતાં જ ભારે પવન અને વરસાદ બંધ થઇ જશે. વાવાઝોડાની આંખથી 50 કિમી સુધીનો વિસ્તાર શાંત હોય છે પણ ત્યારબાદ પરિસ્થિતી વિકટ બનશે અને વાવાઝોડાનો પાછળનો ભાગ વધુ વિનાશક બની શકે છે. તમે જો એમ માનતા હોવ કે વાવાઝોડું હવે ટળી ગયું છે તો તે ભુલ ભરેલું છે અમને પાછળથી ભારે નુકશાન વેઠવાનો સમય આવે છે. વાસ્તવમાં વાવાઝોડું ટળ્યું હોતું નથી પણ વાવાઝોડું જેમ જેમ આગળ ધપશે તેની પાછળ તેજ ઝડપે વરસાદ પણ પડે છે અને ભારે પવન સમગ્ર વિસ્તારને ઘેરી લે છે.
રાત્રે 2થી 2.30 વાગ્યા સુધી લેન્ડ ફોલની પ્રક્રિયા ચાલું રહેશે
હવામાન વિભાગના ડાઇરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાત્રે 2થી 2.30 વાગ્યા સુધી લેન્ડ ફોલની પ્રક્રિયા ચાલું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે વાવાઝોડાની આંખથી 50 કિમી સુધીનો ભાગ શાંત હોય છે પણ ત્યારબાદનો હિસ્સો તોફાન મચાવે છે. વાવાઝોડાની આંખ લેન્ડફોલની જગ્યા પર પ્રવેશી રહી છે અને હજું વાવાઝોડાની આંખ જખૌ પોર્ટથી ૨૦ કિમી દૂર છે. લેન્ડ ફોલ સમયે પવનની ગતિ 115થી 120 કિમીની રહેશે. વાવાઝોડાની આંખ લેન્ડ ફોલના સ્થળે પ્રવેશશે ત્યારબાદ વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે.
આવતીકાલે વરસાદની આગાહી
તેમણે કહ્યુંકે આવતીકાલે શુક્રવારે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આજની રાત કચ્છ અને દ્વારકામાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે.
Next Article