ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આશિકી 3 નું બદલાયું નામ, 1981 ની આ ફિલ્મથી પ્રેરિત હશે આ આશિકીની વાર્તા

AASHIQUI 3 UPDATE : 1990 માં આવેલી ફિલ્મ આશિકીને એક ક્લાસિકલ લવ સ્ટોરી તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. મહેશ ભટ્ટની આ ફિલ્મનું સંગીત અને તેની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર બાદ વર્ષ 2013 માં મોહિત...
10:49 AM Feb 17, 2024 IST | Harsh Bhatt
AASHIQUI 3 UPDATE : 1990 માં આવેલી ફિલ્મ આશિકીને એક ક્લાસિકલ લવ સ્ટોરી તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. મહેશ ભટ્ટની આ ફિલ્મનું સંગીત અને તેની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર બાદ વર્ષ 2013 માં મોહિત...

AASHIQUI 3 UPDATE : 1990 માં આવેલી ફિલ્મ આશિકીને એક ક્લાસિકલ લવ સ્ટોરી તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. મહેશ ભટ્ટની આ ફિલ્મનું સંગીત અને તેની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર બાદ વર્ષ 2013 માં મોહિત સુરીના ડાઇરેક્શનમાં આશિકી 2 ફિલ્મ બની હતી. જેમાં મુખ્ય ભૂમિકામાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર હતા. આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી, આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર, આદિત્ય રોય કપૂર અને ફિલ્મના ગીતોમાં પોતાનો સુરીલો અવાજ આપનાર અરિજિત સિંહ ઘણા લોકપ્રિય બન્યા હતા. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવવા જઈ રહ્યો છે. જેને લઈ મોટી અપડેટ સામે આવી છે.

આશિકી 3 નહીં, હવે 'તુ આશિકી હૈ'

આશિકી 3 માં મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન કામ કરવાના છે અને આ ફિલ્મને ડાઇરેક્ટ અનુરાગ બાસુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને લગતા એક મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. આશિકી 3 થી બદલીને ફિલ્મનું નામ 'તુ આશિકી હૈ' થઈ ગયું છે. ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મને લઈને અગાઉ પણ ઘણી બાબતો સ્પોટલાઈટમાં આવી હતી, પરંતુ તે માત્ર અફવા સાબિત થઈ હતી.

શશિ કપૂર અને રેખાની ફિલ્મ 'બસેરા' પર આધારીત હશે ફિલ્મની વાર્તા 

પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર તું આશિકી હૈ ફિલ્મની વાર્તા શશિ કપૂર અને રેખાની પર આધારિત હોવાની છે.  1981માં આવેલી ફિલ્મ બસેરા પર માનવામાં આવે છે કે આશિકીના આ ત્રીજા ભાગની કહાની આધારિત છે. આ ફિલ્મમાં શશિ કપૂર, રાખી અને રેખાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તૃપ્તિ ડિમરી 'ભાભી 2' ભજવશે મહત્વની ભૂમિકા

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં કાર્તિકની વિરુદ્ધ તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મની નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, નિર્માતાઓએ કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં આશિકીનો રોલ કરવા માટે તૃપ્તિને પસંદ કરી છે. એનિમલની સફળતા બાદ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મમાં તૃપ્તિના બોલ્ડ સીન્સ ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મની ઐતિહાસિક સફળતા બાદ તૃપ્તિ સતત સમાચારોમાં રહે છે.

આ પણ વાંચો -- Jr. NTR ની આવનાર ફિલ્મને લઈ મોટી અપડેટ આવી સામે, ચાહકોમાં નિરાશા

Tags :
aashiqui 1aashiqui 2Aashiqui 3anuraj basuarijit singhbaseraBollywoodclassical love storykartik aaryanmahesh bhattmohit surirakhiRekhasashi kapoorTripti Dimri
Next Article