Amit Khunt Case : અનિરૂદ્ધસિંહ રીબડા સહિત ત્રણ સામે લૂક આઉટ નોટિસ જારી થશે
- રાજકોટના રીબડાના અમિત ખૂંટના આપઘાતનો મામલો
- અનિરૂદ્ધસિંહ, રાજદીપસિંહ રીબડા સામે લુકઆઉટ નોટિસ જાહેર થશે
- રહીમ મકરાણી સામે પણ જાહેર થશે લુકઆઉટ નોટિસ
રાજકોટ રીબડા અમિત ખૂંટના આપઘાત મામલે પોલીસ દ્વારા ફરાર અનિરૂદ્ધસિંહ રીબડા સહિત ત્રણ વ્યક્તિઓ સામે લૂક આઉટ નોટિસ જારી થશે તેવી માહિતી મળી રહી છે. નેપાળ બોર્ડરથી ત્રણેય વિદેશ નાસી જવાની ફિરાકમાં હોવાની આશંકા છે. રાજકોટમાં દુષ્કર્મ ફરિયાદ બાદ અમિત ખૂટે આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા સ્યુસાઈટ નોટ લખી હતી. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ફરિયાદમાં દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો અને મરવા મજબૂર કર્યાનો ઉલ્લેખ હતો.
દુષ્કર્મની ફરિયાદ થયા બાદ અમિતે આપઘાત કર્યો!
માહિતી અનુસાર, આપઘાત કરનાર અમિત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ (Rajkot) 'એ ડિવિઝન પોલીસમાં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ અમિતને શોધી રહી હતી. ફરિયાદનાં બીજા જ દિવસે અમિતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી. બનાવ અંગે અમિતના મોટાભાઇ મનીષભાઈને જાણ થતા વાડીએ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસનાં ઈન્ચાર્જ PI એ.સી. ડામોર ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ, મૃતક અમિતના પરિવારે ફોરેન્સિક PM ની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.
મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ મળી
મૃતક અમિતના ખિસ્સામાંથી 4 પાનાંની સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં ખોટી રીતે દુષ્કર્મનાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડાનાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ ઉપરાંત રાજકોટની રિદ્ધિ પટેલ અને પૂજા ગોરનાં નામનો ઉલ્લેખ છે. દરમિયાન, અમિતના મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસમાં પોતાના નાનાભાઇ અમિતને મરવા મજબૂર કરવા અંગે અનિરુદ્ધસિંહ, તેમના પુત્ર રાજદીપસિંહ, રિદ્ધિ પટેલ, પૂજા ગોર તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે BNS કલમ 108, 61 (2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
"હું અનુભાના દબાણથી ગળાફાંસો ખાવું છું. રાજદીપના ત્રાસથી મરું છું. હું જાઉં છું મારી સાથે આ 4 છોકરીયું એ હનીટ્રેપ કર્યું છે. આ ચાર છોકરી છે. એક આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર. આની સાથે ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રૂપ છે, જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માગતા’તા. મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાવ છું. પોલીસ સાહેબ... મારી સાથે હનીટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે. મારી પર આવું અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે, જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું પણ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી."
આ પણ વાંચોઃ Rajkot : 5 વર્ષના બાળક પર રખડતા શ્વાન તૂટી પડ્યા! સારવાર દરમિયાન મોત
સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, "ભાઈ મંત્ર, સમર્થ અને કીસુ, બીના બધાનું ધ્યાન રાખજે. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી, તારે બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે, આને મને મરવા મજબૂર કરેલ છે."
આ પણ વાંચોઃ S. Jaishankar ની ગર્જના, આપણે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગનો ભોગ નહીં બનીયે...