અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા વ્હાઇટહાઉસે આપી આ પ્રતિક્રિયા
- NobelPeacePrize: ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા અમેરિકા નારાજ
- વ્હાઇટ હાઉસ એ નોબેલ સમિતિની આકરી ટીકા કરી છે
- વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ નિર્ણયની આલોચના કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને નોબેલ શાંતિ પુરસ્કાર (NobelPeacePrize) ન આપવા બદલ વ્હાઇટ હાઉસ એ નોબેલ સમિતિની આકરી ટીકા કરી છે. વ્હાઇટ હાઉસે આ નિર્ણય પર પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સમિતનો નિર્ણય રાજકીય રીતે પ્રેરિત છે.
નોબેલ શાંતિ પુસ્કરાર જીતનાર મારિયાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર સમર્પિત કર્યું છે.મારિયાએ કહ્યું, "વેનેઝુએલાના સંઘર્ષને માન્યતા આપવામાં આવી છે. આનાથી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આપણે વિજયની ધાર પર છીએ, અને આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકન લોકો, લેટિન અમેરિકાના લોકો અને વિશ્વના લોકશાહી દેશોમાં આપણો વિશ્વાસ વધ્યો છે. તેઓ સ્વતંત્રતા અને લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં આપણા મુખ્ય સાથી છે. હું આ પુરસ્કાર વેનેઝુએલાના લોકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત કરું છું, જેમણે આ પ્રયાસમાં અમને ટેકો આપ્યો."
NobelPeacePrize: વ્હાઇટ હાઉસે આપી પ્રતિક્રિયા
નોંધનીય છે કે શુક્રવારે નોબેલ પુરસ્કારની જાહેરાત બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ નિર્ણયની આલોચના કરતા કહ્યું હતું કે પસંદગી પ્રક્રિયા રાજકીય રીતે પક્ષપાતી હતી અને વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવાની સાચી પ્રતિબદ્ધતા પર આધારિત નહોતી. પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "ફરી એકવાર, નોબેલ સમિતિએ સાબિત કર્યું છે કે તે શાંતિ કરતાં રાજકારણને વધુ મહત્વ આપે છે."
NobelPeacePrize: મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર
વ્હાઇટ હાઉસે ટ્રમ્પને નોબેલ મળે તે માટે સોશિયલ મીડિયા પર મજબૂત પ્રચાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમિતિના નિર્ણયથી ટ્રમ્પ અને તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો. નોર્વેજીયન નોબેલ સમિતિએ આ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને લોકશાહીને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે આપવાની જાહેરાત કરી, જેનાથી ટ્રમ્પની આશાઓ પર પાણી ફરી વળ્યું.
ઓસ્લોમાં નોર્વેજીયન નોબેલ સમિતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે માચાડોને "વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણને પ્રોત્સાહન આપવા માટેના તેમના સતત સંઘર્ષ માટે" પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કારમાં ૧૧ મિલિયન સ્વીડિશ ક્રોનર (આશરે US$૧.૨ મિલિયન)ની રકમ એનાયત કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ વર્ષે મચાડો ને આપવામાં આવેલા અને ટ્રમ્પના સપનાઓને ચકનાચૂર કરનારા નોબેલ શાંતિ પુરસ્કારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા અને વિવાદ બંનેને જન્મ આપ્યો છે. જ્યારે ઘણા લોકો મચાડોના સંઘર્ષની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે વ્હાઇટ હાઉસ સમિતિની ટીકા કરી રહ્યું છે, એમ કહીને કે નોબેલ શાંતિ પુરસ્કાર પસંદગી પ્રક્રિયા રાજકીય રીતે પ્રેરિત બની ગઈ છે. વ્હાઇટ હાઉસના આ નિવેદનને વૈશ્વિક શક્તિઓ વિરુદ્ધ સંદેશ તરીકે જોઈ શકાય છે.
આ પણ વાંચો: વેનેઝુએલાના મારિયા કોરિના માચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર, ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવાયું