PM Modi about Mahakumbh: વિશ્વએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ભારતનું ભવ્ય સ્વરૂપ અનુભવ્યું છે- વડાપ્રધાન મોદી
- વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા
- વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ અનુભવ્યું
- મોરેશિયસના ગંગા તળાવમાં મહાકુંભના જળનું અર્પણ
- એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ
વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ અનુભવ્યું
લોકસભામાં મહાકુંભ(Mahakumbh) પર બોલતા, વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કહ્યું કે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળતામાં લોકોએ ફાળો આપ્યો છે. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો, ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતનાના જાગૃતિના સાક્ષી બન્યા. વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ જોયું. દુનિયા આપણી સંસ્કૃતિને આત્મસાત કરી રહી છે.
આ પણ વાંચોઃ BJP અને RSS ના લોકો જ કરાવી રહ્યા છે રમખાણો...નાગપુર હિંસા પર ભડક્યા સંજય રાઉત
મોરેશિયસના ગંગા તળાવમાં મહાકુંભના જળનું અર્પણ
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગયા અઠવાડિયે મોરેશિયસમાં મહાકુંભનું પવિત્ર જળ મોરેશિયસના ગંગા તળાવમાં અર્પણ કરવામાં આવ્યું. તે સમયે ત્યાં ભક્તિ, શ્રદ્ધા અને ઉજવણીનું વાતાવરણ હતું જે જોવા લાયક હતું. આ દર્શાવે છે કે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યોને આત્મસાત કરવાની ભાવના કેટલી પ્રબળ બની રહી છે.
એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ
વડાપ્રધાને મહાકુંભમાંથી ઘણા અમૃત નીકળ્યા હોવાનું જણાવીને ઉલ્લેખ કર્યો કે,એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ છે. મહાકુંભ એક એવો કાર્યક્રમ હતો જેમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક ખૂણાના લોકો ભેગા થયા હતા. પ્રયાગરાજમાં લોકો "હું નહીં પણ આપણે" એવી લાગણી સાથે એકઠા થયા. જ્યારે સંગમના કિનારે વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો હર હર ગંગેનો નારા લગાવે છે, ત્યારે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ઝલક દેખાય છે અને એકતાની લાગણી વધે છે. વડાપ્રધાને કહ્યું કે, પરંપરા સાથે આપણે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે નદી ઉત્સવની પરંપરાનો વિસ્તાર કરવો પડશે. નદી મહોત્સવ નદીઓનું સંરક્ષણ કરશે.
આ પણ વાંચોઃ India: 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના MLAની સંપત્તિ, શિક્ષણ અંગે જાણો માહિતી