Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MS DHONI ને મેદાનમાં મળનાર યુવકે GUJARAT FIRST સાથે કરી ખાસ વાતચીત

MS DHONI  MEETS HIS FAN : ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો ફેન સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને મળીને પગે પડી ગયો હતો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. જો કે...
ms dhoni ને મેદાનમાં મળનાર યુવકે gujarat first સાથે કરી ખાસ વાતચીત
Advertisement

MS DHONI  MEETS HIS FAN : ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો ફેન સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોંચી ગયો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને મળીને પગે પડી ગયો હતો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. જો કે ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ પણ મેદાનમાં પહોંચ્યા હતા અને આ યુવકને પકડી લીધો હતો. આ યુવાને ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરીને મહેન્દ્ર સિંહ ધોની સાથેની પોતાની મુલાકાતનો અનુભવ શેર કર્યો હતો. ચાલો જાણીએ આ અહેવાલમાં તેમણે શું કહ્યું

MS DHONI ને મળવાનું બાળપણનું સપનું થયું પૂરું

Advertisement

ભાવનગરના જય જાનીએ IPL ની ચેન્નાઈ અને ગુજરાત ટાઈટનની મેચમાં ભારતના આઇકન પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીને મળવા માટે સ્ટેડિયમની સિક્યોરિટીને ઓળંગી હતી જેનો વિડીઓ આજે પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરના સિહોર તાલુકાના રાબરીકાના 21 વર્ષીય જય જાની પોતાના ગુરુ સમાન ક્રિકેટર માહિભાઈ એટલે કે મહેન્દ્રસિંહ ધોનીને મેદાનમાં મળ્યા હતા, જેનો અનુભવ તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે શેર કર્યો હતો. તેમણે પોતાના ફેવરિટ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને મળવા વિશે કહ્યું હતું કે, નાનપણથી તેમનું સપનું હતું કે એક વાર ભારતના આ મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને મળે અને તે સ્વપ્ન અમદાવાદમાં રમાયેલી મેચમાં પૂર્ણ થયું હતું. મેદાનમાં હું તો ફક્ત માહીભાઈને જોવા માટે જ ગયો હતો અને જ્યારે માહી ભાઈએ બેટિંગમાં આવીને ચોગ્ગા છક્કાનો વરસાદ કર્યો તો મારાથી રહેવાયું નહીં. માહી ભાઈને મળવા માટે હું જારીના ઉપરથી કૂદીને ગતો રહ્યો હતો.

Advertisement

જ્યારે MS DHONI એ કહ્યું - 'વો મે દેખ લૂંગા'

મેદાનમાં જ્યારે હું માહી ભાઈની આગળ પહોંચી ગયો ત્યારે તેમણે પહેલા મારી જોડે મસ્તી કરી હતી અને ત્યાર બાદ તેમણે મારા ખભા ઉપર હાથ મૂકીને મને મારુ નામ પૂછ્યું હતું. એના બાદ તેમણે મને પૂછ્યું કે, 'તેરી સાંસ કયું ફૂલ રહી હે' તો તેમને મે જવાબ આપ્યો કે 'મુજે નાક કી તકલીફ હૈ, ઇસલીએ સર્જરી સે પહેલે આપકો મિલના ચાહતા થા' તેના જવાબમાં અંતે માહી ભાઈએ કહ્યું હતું કે - વો મે દેખ લૂંગા. અંતમાં જયએ માહી ભાઈને કહ્યું હતું કે - હમ આપકો હમેશા મેદાનમે ખેલતે હુએ દેખના ચાહતે હૈ. તેના જવાબમાં અંતે માહી ભાઈએ કહ્યું હતું કે - ખેલુંગાના, મૈં ખેલુંગા. આમ માહી ભાઈએ જય સાથે કુલ 21 સેકંડ સુધી વાત કરી હતી. જય માહી ભાઈ સાથેની આ મુલાકાત અંગે કહે છે કે તે 21 સેકંડ તેને જીવનભર યાદ રહેશે. અંતમાં જય જણાવે છે કે, જ્યારે પોલીસ અને બાઉન્સર આવી ગયા હતા તે સમય દરમિયાન પણ માહી ભાઈએ સૌને મારી સાથે યોગ્ય વર્તન કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : Final Match પહેલાં જ ટીમ ઇન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર..

Tags :
Advertisement

.

×