Daman : મોટી દમણમાં થયેલી 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ
- દમણ પોલીસે મોટી દમણમાં થયેલી 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો
- પોલીસે 20 દિવસમાં ત્રણ આંતર રાજ્ય તસ્કરોની ધરપકડ કરી
- આરોપીઓ પાસેથી પોલીસે 18.17 લાખનું સોનું જપ્ત કર્યું
- પોલીસે સોનાના ખરીદદાર એવ બે વ્યક્તિની પણ ધરપકડ કરી
દમણ પોલીસે મોટી દમણમાં થયેલી 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે માત્ર 20 દિવસમાં ત્રણ આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. મોટી દમણના મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી 28મી ફેબ્રુઆરીની રાત્રિએ ચોરી થઈ હતી. જે ઘટનામાં દમણ પોલીસ ને સફળતા મળી છે. દમણનો ટંડેલ પરિવાર લંડનથી ભારત ફરવા આવ્યો હતો ત્યારે ચોરોએ રાત્રે 2 વાગ્યા પછી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે સોનું અને 8 હજાર યુકે પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાંથી 20થી 25 હજાર રૂપિયા પણ ચોર્યા હતા.ઘટના બનતા દમણ પોલીસ દોડતી થઇ હતી અને તાત્કાલિક તપાસ માં જોતરાઈ હતી આ ઘટના માં દમણ ક્રાઇમ બ્રાન્ચે જિણવટ ભરી તપાસ શરૂ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી ત્રણ આરોપીઓને પકડયા હતા.આ ચોરી ને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરતભાઈ મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે GUJCTOC હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. અન્ય બે આરોપીઓમાં જિગ્નેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.
રહેણાક મકાન તેમજ મંદિરમાં ચોરી થયેલ
ઘટના 28 ફેબ્રુઆરીની છે. મોટી દમણના મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત ફરવા આવ્યો હતો. ચોરોએ રાત્રે 2 વાગ્યા પછી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે સોનું અને 8,000 યુ.કે. પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાંથી 20થી 25 હજાર રૂપિયા પણ ચોર્યા હતા.
મુખ્ય આરોપી 50 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો
દમણ ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈ ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી ત્રણ આરોપીઓને પકડ્યા. મુખ્ય આરોપી ભરતભાઈ મોતીલાલ પંચાલ 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે GUJCTOC હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. અન્ય બે આરોપીઓમાં જિગ્નેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે. સાથે જ પોલીસ દ્વારા કુલ 26 તોલા સોનું જેની કિંમત 18 લાખ રૂપિયા થાય છે તેને પણ રિકવર કર્યું છે હાલ આ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી તપાસમાં વધુ લોકો ને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot : લીલુડી વોકડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી, જગ્યા ખાલી કરવા પાઠવી નોટિસ
પોલીસે ગોધરાના બે વ્યક્તિઓની ધરપકડ કરી
પોલીસે ચોરીના સોનાના ખરીદદાર તરીકે ગોધરાના બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. બાકીના ચોરાયેલા માલની શોધખોળ માટે તપાસ ચાલુ છે. દમણ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
આ પણ વાંચોઃ Vadodra : બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળમાં ગેરરીતિનો મુદ્દો વકર્યો, ધારાસભ્ય કરી હતી તપાસની માગ