ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘રશિયાથી તેલ ખરીદી અંગે કોઈ વાત થઈ નથી’, એક વખત ફરીથી ભારતે Donald Trump નો દાવો ફગાવ્યો

અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump પાકિસ્તાન સામેના સિંદૂર ઓપરેશન વખતે ભારતને સિઝફાયર કરવાનું કહીને યુદ્ધનો અંત લાવવાનો દાવો કર્યો હતો. તે વખતે ભારતે તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે એક વખત ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી સ્ટોરી સામે મૂકી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. આ અંગે પીએમ મોદીએ તેમને આશ્વસન આપ્યું છે. પરંતુ હવે ભારતે ટ્રમ્પના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. ભારતે જણાવ્યું છે કે, આ અંગે કોઈ જ વાતચીત થઈ નથી.. જાણો શું છે આખો મામલો
02:10 AM Oct 17, 2025 IST | Mujahid Tunvar
અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump પાકિસ્તાન સામેના સિંદૂર ઓપરેશન વખતે ભારતને સિઝફાયર કરવાનું કહીને યુદ્ધનો અંત લાવવાનો દાવો કર્યો હતો. તે વખતે ભારતે તેમના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે એક વખત ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી સ્ટોરી સામે મૂકી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. આ અંગે પીએમ મોદીએ તેમને આશ્વસન આપ્યું છે. પરંતુ હવે ભારતે ટ્રમ્પના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. ભારતે જણાવ્યું છે કે, આ અંગે કોઈ જ વાતચીત થઈ નથી.. જાણો શું છે આખો મામલો

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ( Donald Trump ) ટ્રમ્પ દ્વારા વારંવાર કરવામાં આવતી નિવેદનબાજી ભારત-અમેરિકાના સંબંધોને સતત અસ્વસ્થ કરી રહી છે. બંને દેશોના અધિકારીઓ દ્વારા અમેરિકી શુલ્ક નીતિથી સંબંધોમાં આવેલા તણાવને દૂર કરવાના પ્રયાસોને પણ તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે. બુધવારે તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વાતચીત થઈ છે અને ભારતીય વડાપ્રધાને તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયાથી તેલની ખરીદી બંધ કરી દેશે.

ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે એક દિવસ પહેલા બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી. તે પણ સ્પષ્ટ કર્યું કે તેલ ખરીદવાનો નિર્ણય સામાન્ય જનતાના હિતોને પ્રાથમિકતાના રૂપે લઈને કરવામાં આવે છે. જોકે, ભારત અમેરિકાથી પણ વધુ તેલ ખરીદવાનું ઇચ્છુક છે. આમ પણ, ટ્રમ્પે વાતચીત અંગે બે વખતમાં બે અલગ-અલગ તારીખો જણાવી છે. એક વખત કહ્યું કે બે દિવસ પહેલા વાત થઈ અને પછી આગળ કહ્યું કે વડાપ્રધાન મોદીએ મને આજે આશ્વાસન આપ્યું છે.

ભારતે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

રાષ્ટ્રપતિ ભવનમાં પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ મલેશિયામાં વડાપ્રધાન મોદીને મળશે, તો તેમનો જવાબ હતો- હા, ચોક્કસપણે. તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે. પરંતુ હું તેમનાથી નારાજ છું, કારણ કે ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું છે. આનાથી રશિયા યુદ્ધ ચાલુ રાખે છે. આના કારણે યુક્રેન અને રશિયાના લાખો લોકોના મોત થયા છે. મોદીએ મને આજે આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી રહ્યું છે. આ ખૂબ મોટી વાત છે.

હવે ચીન પણ આવું જ કરશે. આ ક્રમમાં તેમણે એ પણ કહ્યું કે બે દિવસ પહેલા મોદી સાથે તેમની વાતચીત થઈ છે. બીજી તરફ ભારત અને અમેરિકાની સરકારો દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, મોદી અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી વાતચીત 9 ઓક્ટોબરે થઈ હતી. ટ્રમ્પના આ આખા નિવેદનમાં જે દાવાઓ કરવામાં આવ્યા છે, તેમાં સાતત્યનો અભાવ છે. જેમ કે, આ નિવેદનના થોડા જ સમય બાદ અન્ય પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે (ભારતીય વડાપ્રધાને) આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયાથી તેલ નહીં ખરીદે, પરંતુ આ કામ ધીમે-ધીમે થશે. ટ્રમ્પના નિવેદનના થોડા જ કલાકો બાદ ભારતીય વિદેશ મંત્રાલયે સંયમિત પ્રતિક્રિયા આપી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે મારી જાણકારી મુજબ વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી. ભારત તેલ અને ગેસનું મહત્વનું આયાતક છે. અસ્થિર ઊર્જા પરિસ્થિતિમાં ભારતીય ઉપભોક્તાઓના હિતોનું રક્ષણ કરવું એ અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આ જ ઉદ્દેશ પર આધારિત છે. ભારતીય ઊર્જા નીતિના બે લક્ષ્યો છે. સ્થિર ઊર્જા કિંમતો અને તેમની સુરક્ષિત પૂરવઠો સુનિશ્ચિત કરવો. આમાં વિવિધ સ્ત્રોતોમાંથી ઊર્જાની ખરીદી કરવી અને ઊર્જા સ્ત્રોતોનો વિસ્તાર કરવો સામેલ છે. જ્યાં સુધી અમેરિકાનો સંબંધ છે, અમે ઘણા વર્ષોથી તેની પાસેથી ઊર્જા ખરીદી વધારવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા દાયકામાં આ અંગે સતત પ્રગતિ થઈ છે. વર્તમાન પ્રશાસન ભારત સાથે ઊર્જા સહયોગ વધારવા માટે તૈયાર છે. અમે આ અંગે વાતચીત કરી રહ્યા છીએ.

રશિયન રાજદૂતે કહ્યું, અમારી પાસેથી તેલ ખરીદવાથી ભારતને ફાયદો

ટ્રમ્પના દાવાના થોડા જ કલાકો બાદ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતની મને જાણ નથી. પરંતુ, ભારત સરકાર પોતાની જનતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. આ જ આધાર પર રશિયાથી તેલ ખરીદવામાં આવે છે. અમે પણ માનીએ છીએ કે રશિયાથી તેલનો પૂરવઠો ભારત માટે ખૂબ જ લાભદાયી છે. તેમણે એ પણ કહ્યું કે પહેલી વખત રશિયા ભારતના ટોચના ચાર વેપારી ભાગીદાર દેશોમાં સામેલ થયું છે. બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 70 અબજ ડોલરને પાર કરી ગયો છે. આમાં કાચા તેલ, ખાતર અને કૃષિ ઉત્પાદનોનો વેપાર સામેલ છે.

આ પણ વાંચો- Amreli lioness death : સિંહણના મોતના મામલે 6 દિવસ પછી બે આરોપીઓની ધરપકડ, સિંહણના મૃત્યુંનો ઉકેલાયો ભેદ

Tags :
#Energypolicy#India-USrelations#IndiaRussiatrade#Oilpurchase#RussianambassadorDonaldTrumpMinistryofExternalAffairsNarendraModirussiaukrainerussiawar
Next Article