ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત નહીં

રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં તમામ પક્ષોની દલીલો આજે પૂર્ણ થઇ હતી. દલીલો બાદ કોર્ટ  સમગ્ર મામલા અંગેનો ચૂકાદો ઉનાળુ વેકેશન બાદ આપશે. બપોરે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઇ હતી. સુનાવણી...
05:13 PM May 02, 2023 IST | Hiren Dave
રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં તમામ પક્ષોની દલીલો આજે પૂર્ણ થઇ હતી. દલીલો બાદ કોર્ટ  સમગ્ર મામલા અંગેનો ચૂકાદો ઉનાળુ વેકેશન બાદ આપશે. બપોરે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઇ હતી. સુનાવણી...

રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં તમામ પક્ષોની દલીલો આજે પૂર્ણ થઇ હતી. દલીલો બાદ કોર્ટ  સમગ્ર મામલા અંગેનો ચૂકાદો ઉનાળુ વેકેશન બાદ આપશે. બપોરે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઇ હતી. સુનાવણી દરમિયાન કોંગ્રેસના નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં ઉપસ્થિત હતા.  કોર્ટ રૂમમાં આજે અભિષેક મનુ સિંઘવી મોડા પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી.ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલે દલીલો કરી હતી. જોકે, રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર ઉનાળુ વેકેશન બાદ આવશે.

રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર આજે હાઇકોર્ટમાં જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જજ હેમંત પ્રચ્છકે પુરણેશ મોદીના વકીલને અપીલેટ કોર્ટના તમામ રેકર્ડ સર્ટિફિકેટ સાથે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.પૂર્ણેશ મોદીના વકીલ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી તેઓ દેશના પૈસા લૂંટ છે. પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાથી પૈસા ચોર્યા છે. નીરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્ષી દેશના 30 હજાર કરોડ રૂપિયા લૂંટીને ભાગી ગયા છે. આ બધા મોદી જ કેમ છે ? રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કહ્યું હતું કે તેઓ ગાંધી છે સાવરકર નહિ, ગાંધી માફી માંગશે નહી. તેઓ જેલ જવાથી અને ડિસ્ક્વોલિફિકેશનથી ડરતા નથી. આથી જો તેઓ જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોય તો પછી કોર્ટમાં ડિસ્ક્વોલિફિકેશન રદ્દ કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર નથી.

રાહુલ ગાંધી જાહેરમાં અયોગ્ય ટિપ્પણીઓ કરે છે. જેની માફી તેઓ પબ્લિકમા માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે બધા 'મોદી' ચોર છે. ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે રાહુલ ગાંધી વડાપ્રધાનને બદનામ કરે છે.

બચાવ પક્ષના વકીલ અભિષેક મનું સિંઘવીએ હાઈકોર્ટ સમક્ષ શું રજૂઆત કરી
કોર્ટમા સુનાવણી શરૂ થયાના એક કલાક બાદ કોર્ટ રૂમમાં પહોંચેલા અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદનો કોન્સેપટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવી દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી અટકાના 13 કરોડ લોકોમાંથી કોઈનું મન દુભાયું નહિ ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુઃખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકશાન જઈ રહ્યું છે.

રાહુલ ગાંધીને હાલ રાહત આપવાનો કોર્ટે કર્યો ઇન્કાર
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ હેમંત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળુ વેકેશન બાદ આપવાનો હુકમ કર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માંગ કરી હતી. જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા. ચુકાદો ઉનાળુ વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 06 મે થી શરૂ થશે અને 04 જૂને પૂર્ણ થશે. આમ રાહુલ ગાંધીએ હજી 01 મહિનો જેટલી રાહ જોવી પડશે.

આપણ  વાંચો - અમરેલીમાં ભરઉનાળે નદીઓ વહી,ખેડૂતોને કેરીનાં પાકમાં મોટું નુકસાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ 

Tags :
convictionGujarat HC VerdictModi surnamepleaRahul Gandhi's Plearahul-gandhistay
Next Article