ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ પાંચ લોકો ગયા હતા દરિયામાં ટાઇટેનિકનો કાટમાળ જોવા, કરોડો ખર્ચ્યા ને મળ્યુ મોત

છેલ્લા થોડાક દિવસોથી ટાઇટેનિક જહાજના કાટમાળના સમાચારો ચર્ચામાં છે. ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા સબમરીનમાં પાંચ અબજોપતિઓ દરિયાના પેટાળમાં ગયા હતા, કમનસીબે સબમરીનમાં ગયેલા આ તમામ પાંચેય મુસાફરોના મોત થયા છે, કેમ કે હવે ટાઇટેનિક જહાજ પાસે આ સબમરીનનો કાટમાળ મળી...
03:29 PM Jun 23, 2023 IST | Hiren Dave
છેલ્લા થોડાક દિવસોથી ટાઇટેનિક જહાજના કાટમાળના સમાચારો ચર્ચામાં છે. ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા સબમરીનમાં પાંચ અબજોપતિઓ દરિયાના પેટાળમાં ગયા હતા, કમનસીબે સબમરીનમાં ગયેલા આ તમામ પાંચેય મુસાફરોના મોત થયા છે, કેમ કે હવે ટાઇટેનિક જહાજ પાસે આ સબમરીનનો કાટમાળ મળી...

છેલ્લા થોડાક દિવસોથી ટાઇટેનિક જહાજના કાટમાળના સમાચારો ચર્ચામાં છે. ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા સબમરીનમાં પાંચ અબજોપતિઓ દરિયાના પેટાળમાં ગયા હતા, કમનસીબે સબમરીનમાં ગયેલા આ તમામ પાંચેય મુસાફરોના મોત થયા છે, કેમ કે હવે ટાઇટેનિક જહાજ પાસે આ સબમરીનનો કાટમાળ મળી આવ્યો છે. જાણો અહીં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા આ પાંચ લોકો કોણ છે જે મોતને ભેટ્યા છે.

ઓશનગેટ સબમરીનના CEO સ્ટૉકટન રશ પણ ટાઇટેનિકના ભંગાર જોવાના મિશન દરમિયાન મૃત્યુ પામેલા પાંચ મુસાફરોમાંના એક હતા.

પાકિસ્તાની મૂળના 48 વર્ષીય અબજોપતિ પ્રિન્સ દાઉદ, બ્રિટન સ્થિત એગ્રો કોર્પોરેશનના વાઇસ ચેરમેન હતા.

પ્રિન્સ દાઉદનો 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ પણ ટાઈટેનિકનો કાટમાળ જોવા સબમરીનમાં સવાર હતો.

સબમરીન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 58 વર્ષીય હેમિશ હાર્ડિંગ પણ સબમરીનમાં હાજર હતા. તેઓ ખાનગી એરક્રાફ્ટ ફર્મ એક્શન એવિએશનના ચેરમેન હતા.

 

નરગીયૉલેટ 77 વર્ષના ભૂતપૂર્વ ફ્રેન્ચ નેવલ કમાન્ડર હતા, જેઓ "મિસ્ટર ટાઇટેનિક" તરીકે જાણીતા હતા. તેમને 35 વર્ષ સુધી ટાઇટેનિક પર સંશોધન કર્યું હતું.

ઓશનગેટ સબમરીન 18 જૂનના દિવસે ટાઇટેનિકના કાટમાળને જોવાના મિશન પર નીકળી હતી. જોકે સબમરીન સાથેનો સંપર્ક 2 કલાક પછી તરત જ તૂટી ગયો હતો.

યૂએસ કૉસ્ટ ગાર્ડે સબમરીન ડૂબી જવાની માહિતી આપી હતી. તેમના મતે સબમરીન ડૂબવાનું મુખ્ય કારણ વિસ્ફોટ હતું.

આપણ  વાંચો -

Tags :
Ocean GateSubmarinetitanicTitanic Tourist Subworld news
Next Article