Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ" બાળકીના પરિવારે વ્યક્ત કરી વ્યથા

વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આ હોનારતમાં પોતાનો જીવ ગુમાવનાર ધોરણ 4 માં અભ્યાસ કરતી...
 બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ  બાળકીના પરિવારે વ્યક્ત કરી વ્યથા
Advertisement

વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આ હોનારતમાં પોતાનો જીવ ગુમાવનાર ધોરણ 4 માં અભ્યાસ કરતી અલિશબા કોઠારીના ઘરે પહોંચ્યું હતું. ત્યાં તેમના ઘરની મુલાકાત લેતા નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

"બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ"

Advertisement

ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે અલિશબાના પરિવારની મુલાકાત લેવા માટે તેમના ઘરે પહોંચ્યું હતું ત્યારે ઘણું કરૂણ દ્રશ્ય નજરે ચડ્યું હતું. અલિશ બાના પરિવારજનો પોતાની વ્હાલી પરિવારની માસૂમ પુત્રી ગુમાવ્યા બાદ શોક અને દુખની લાગણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. તેમના આંખોમાં પોતાની માસૂમ બાળકી ગુમાવ્યાનું દુખ છલકાતું હતું અને તેઓ તેમને આ આ મામલે ન્યાય મળે તેની માંગણી તેઓ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ હાલ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

Advertisement

અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક ઉપર આક્ષેપ કરતા ગુજરાત ફર્સ્ટની ટીમને જણાવ્યું હતું કે - "બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ, વધુમાં તેઓને બોટમાં કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં ન હોતી આવી અને તેમણે કોઈ લાઈફ જેકેટસ્ પણ પહેરાવવામાં ન હોતા આવ્યા. તો આ સમગ્ર બાબતમાં જવાબદોર કોણ"

બોટમાં જરૂર કરતાં બાળકો ભરવામાં આવ્યા હતા

વધુમાં અલિશબાના પરિવારે તંત્ર ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે બોટમાં જરૂર કરતાં બાળકો ભરવામાં આવ્યા હતા, જે આ 12 માસૂમના મોતનું કારણ બની હતી. તો આખરે આ આ દુર્ઘટના પાછળ આખરે જવાબદાર કોણ છે ? અને વધુમાં તેમના પરિવારજનો દ્વારા જે પણ આ ઘટના પાછળના આરોપીઓ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આગળથી આવા કાર્ય અંગેની જવાબદારી યોગ્ય માણસોને જ સોંપવામાં આવે પરંતુ હાલ જેને આવડતું ના હોય, સેવઉસળની લારી ચલાવતા હોય તેને આ જવાબદારી સોંપી દેવાઇ છે. આવી ઘટના થવી ન જોઇએ.

હવે ભવિષ્યમાં આ બાબતે તંત્ર શું કાર્યવાહી કરશે કે નહીં, માસૂમ બાળકોના પરિવારને ન્યાય મળશે કે નહીં તે તો વિષેની જાણ તો સમય જ કરશે.

આ પણ વાંચો -- HARNI KAND: માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા..

\

Tags :
Advertisement

.

×