Shilpa Shetty ની રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહક સાથે બની ચોંકાવનારી ઘટના
- બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની અપસ્કેલ રેસ્ટોરન્ટ બાસ્ટિયન - એટ ધ ટોપમાં ચોરી
- રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાંથી ગ્રાહકની કાર ચોરાઈ
- ચોરોએ કારને હેક કરીને કરી ચોરી
Shilpa Shetty : બોલિવૂડ અભિનેત્રી અને વેલનેસ આઈકન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) કુન્દ્રાની અપસ્કેલ રેસ્ટોરન્ટ બાસ્ટિયન - એટ ધ ટોપમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દાદર પશ્ચિમમાં કોહિનૂર સ્ક્વેરના 48માં માળે આવેલી રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાંથી એક કાર ચોરાઈ છે. આ BMW કાર એક વ્યક્તિની હતી જે તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. બિલ્ડિંગના પાર્કિંગમાંથી રૂ. 80 લાખની કિંમતની લક્ઝુરિયસ ટુ-સીટર કન્વર્ટિબલ BMW Z4ની ચોરી થઈ છે. કારના માલિકને ચોરીની જાણ થતાં જ તેણે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાંથી ગેસ્ટની કાર ચોરાઈ
કારના માલિક, બાંદ્રા સ્થિત બિઝનેસમેન રૂહાન ફિરોઝ ખાન, તેના બે મિત્રો સાથે લગભગ રાત્રે 1 વાગ્યે રેસ્ટોરન્ટ બાસ્ટિયન પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા વેલેટને તેની કારની ચાવી આપી. રેસ્ટોરન્ટ બંધ થયા પછી, રુહાને પાર્કિંગ સ્ટાફ પાસેથી તેની કાર પાછી માંગી, પરંતુ કાર ગાયબ હોવાનું જાણીને તે ચોંકી ગયો હતો. CCTV ફૂટેજ બાદમાં પુષ્ટિ થઈ કે અજાણ્યા વ્યક્તિઓએ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ BMWની ચોરી કરી હતી, જેના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
80 લાખની કિંમતની કાર ગુમ થઈ
રુહાનની ફરિયાદ બાદ, શિવાજી પાર્ક પોલીસે ભારતીય ન્યાયિક સંહિતા (BNS) 2023ની કલમ 303(2) (ચોરી માટે સજા) હેઠળ શકમંદો સામે કેસ નોંધ્યો છે. રુહાનના વકીલ અલી કાશિફ ખાને કહ્યું કે પોલીસ ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી કુન્દ્રા દાદર પશ્ચિમમાં કોહિનૂર સ્ક્વેરના 48મા માળે સ્થિત એક હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ બાસ્ટિયન – એટ ધ ટોપની માલિક છે. માલિકે તેની કારની કિંમત 80 લાખ રૂપિયા જણાવી છે.
આ પણ વાંચો---અભિનેત્રી સાઈ પલ્લવીનાં નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો! લોકોએ કહ્યું- 'આ માતા સીતા નહીં બને...'
કાર હેક કરીને ચોરી
સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે વેલેટે ભોંયરામાં વાહન પાર્ક કર્યું તેના થોડા સમય પછી, બે માણસો જીપ કંપાસ એસયુવીમાં આવ્યા. રિપોર્ટ અનુસાર, ચોરોએ BMW કારને અનલોક કરવા માટે એડવાન્સ હેકિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. અને પાર્કિંગ એરિયામાં પ્રવેશ્યાની મિનિટોમાં જ કાર લઈને ભાગી ગયો હતો. ચોરીના આ તાત્કાલિક કૃત્યથી રેસ્ટોરન્ટ બાસ્ટિયન અને તેના જેવા સ્થળોએ સુરક્ષા પગલાં અંગે ચિંતા વધી છે. આ સાથે સવાલ એ પણ ઊભો થયો છે કે વાહન કંપનીઓ તેમની કિંમતી કારના સેફ્ટી ફીચર્સ અંગે ગમે તેટલા દાવા કરે છે. પરંતુ ચોરોથી કારની સુરક્ષા ચિંતાનો વિષય છે.
પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. અને ચોરેલા વાહનની હિલચાલને ટ્રેક કરવા અને સંડોવાયેલા શકમંદોને ઓળખવા માટે નજીકના સર્વેલન્સ કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ શરુ કર્યું છે.. ભારતીય ન્યાય સંહિતા (BNS) અધિનિયમની કલમ 303 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શિલ્પા શેટ્ટી વિશે
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ 1993માં શાહરૂખ ખાન અને કાજોલ સાથેની થ્રિલર ફિલ્મ 'બાઝીગર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે હિન્દી સિનેમામાં 'ધડકન', 'ફિર મિલેંગે' જેવી હિટ ફિલ્મોથી પ્રખ્યાત થઈ.
આ પણ વાંચો---Mirzapur The Film : હવે કાલિન ભૈયા જોવા મળશે મોટા પડદા પર...