Gujarat Police એક્શન મોડમાં, બોર્ડરથી લઈને મહાનગરો સુધી બંદોબસ્ત!
- Gujarat Police Checking: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકીંગ
- ભાવનગર, અમદાવાદ, કચ્છ સહિતના મહાનગરોમાં સતત તપાસ
- નર્મદા જીલ્લામાં પણ પોલીસ એક્શન મોડમાં
Gujarat Police Checking: નવા વર્ષના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદાનો કડક અમલ થાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ (Police Department) સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયો છે. ખાસ કરીને પાડોશી રાજ્યો રાજસ્થાન(Rajasthan), મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની સરહદો પરથી નશીલા પદાર્થોની ઘૂસણખોરી રોકવા માટે અત્યાર સુધીનો સૌથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યના તમામ પ્રવેશદ્વારો પર પોલીસની બાજ નજર છે અને શંકાસ્પદ હિલચાલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સઘન તપાસ
વાવ થરાદ પોલીસનું રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકીંગ
SP, SOG, SRPF સહિતની ટીમ તપાસમાં જોડાઈ#GujaratRajasthanBorder #NewYearCheck #PoliceAction #VehicleChecking #GujaratNews #PublicSafety #GujaratFirst pic.twitter.com/mIg0ptTKao— Gujarat First (@GujaratFirst) December 30, 2025
વાવ-થરાદ (Vav-tharad) જીલ્લામાં Police ની સતત તપાસ
બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકાઓ રાજસ્થાન સરહદને અડીને આવેલા હોવાથી પોલીસ વડાની સીધી સૂચનાથી અત્યારે સરહદ પર લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં SOG, પેરોલ સ્કોડની ટીમ અને SRPFની ટુકડીઓ દ્વારા સંયુક્ત રીતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાંતડાઉ, ખોડા અને માવસરી જેવી મુખ્ય ચેક પોસ્ટ પર આવતા-જતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તરફથી આવતા ટ્રક અને અન્ય ખાનગી વાહનોમાં નશાકારક વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે હાઈટેક સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નારોલી અને બેવટા ગામમાં ખાસ હંગામી ચેક પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ તમામ ચેક પોસ્ટને અત્યાધુનિક CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેનું સીધું મોનિટરિંગ હેડ ક્વાર્ટરથી કરવામાં આવે છે. આટલું જ નહીં, અંતરિયાળ સીમાઓ અને રસ્તાઓ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે.
થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું સઘન ચેકિંગ
શહેરના બોપલ વિસ્તારમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ
ફાર્મહાઉસ અને ક્લબોમાં યોજાતી પાર્ટીઓને લઈ ચેકિંગ@AhmedabadPolice #Gujarat #AhmedabadPolice #NewYearCheck #PoliceChecking #LawAndOrder #GujaratNews #PublicSafety #GujaratFirst pic.twitter.com/f82ugdpa2V— Gujarat First (@GujaratFirst) December 30, 2025
Ahmedabad Police ની 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' સામે કડક કાર્યવાહી
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટા પાયે ફાર્મ હાઉસ અને ક્લબો આવેલી છે, ત્યાં પણ પોલીસે પોતાની પકડ મજબૂત કરી છે. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે પોલીસ પાસે અનેક અરજીઓ આવી છે, જેની મંજૂરી આપવાની સાથે જ પોલીસે આકરા નિયમો પણ લાદ્યા છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 1 SP, 5 DYSP સહિત 25 PIનો મોટો પોલીસ કાફલો રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને 'બોડીવોર્ન' કેમેરા સાથે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી પોલીસની કાર્યવાહી પારદર્શક રહે અને કોઈ ઘર્ષણ ટાળી શકાય.
અમદાવાદના નરોડામાં રિંગરોડ સર્કલ નજીક પોલીસની સઘન તપાસ કરાઈ રહી છે. SOG ક્રાઈમ બ્રાન્ચ અને FSL દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ એનલાઈઝર કીટથી લોકોને તપાસમાં આવી રહ્યા છે.
31 ડિસેમ્બરને લઈને પોલીસનું સઘન ચેકિંગ
ભુજમાં પોલીસ દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવી
શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કર્યુ#BhujPolice #NewYearCheck #PolicePatrolling #LawAndOrder #KutchNews #PublicSafety #GujaratFirst pic.twitter.com/rH6YP5nlDh— Gujarat First (@GujaratFirst) December 30, 2025
કચ્છ (Kutch) માં ફૂટમાર્ચ અને હોટલોનું સઘન ચેકિંગ
કચ્છ જિલ્લામાં પણ 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ પોલીસે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. ભુજ શહેરમાં પોલીસ દ્વારા વિશાળ ફૂટમાર્ચ યોજવામાં આવી હતી, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી. ખાસ કરીને વાણિયાવાડ, બસ પોર્ટ અને ભીડભાડ વાળા બજારોમાં પોલીસની ટુકડીઓ દ્વારા શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કોઈ અસામાજિક તત્વો માથું ન ઉચકે.
ભાવનગર (Bhavnagar) ની હોટલોમાં તપાસ
બીજી તરફ, ભાવનગરમાં પણ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા શહેરની વિવિધ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોટલોમાં જઈને પોલીસે તપાસ કરી હતી કે ત્યાં આવતા ગ્રાહકોના રજીસ્ટર યોગ્ય રીતે મેન્ટેન કરવામાં આવે છે કે નહીં. હોટલોમાં લાગેલા CCTV કેમેરા ચાલુ છે કે કેમ અને ગ્રાહકો પાસેથી જરૂરી ઓળખપત્રો (ડોક્યુમેન્ટ્સ) લેવામાં આવે છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ મુહિમ પાછળનો હેતુ એ છે કે કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ હોટલનો આશરો ન લઈ શકે.
નર્મદા (Narmada) માં 'ધનશેરા ચેકપોસ્ટ' પર નાકાબંધી
નર્મદા જિલ્લો ભૌગોલિક રીતે મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો હોવાથી ત્યાં દારૂ ઘુસાડવાની શક્યતાઓ વધી જતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલની સૂચનાથી તમામ સરહદી રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી આવતા દારૂના જથ્થાને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર દિવસ-રાત વાહન ચેકિંગ શરૂ કરાયું છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા દરેક નાના-મોટા વાહનોની પોલીસ દ્વારા સઘન તલાશી લેવામાં આવી રહી છે જેથી કરીને કેફી પદાર્થો રાજ્યમાં ન ઘૂસે અને યુવાધન નશાના રવાડે ન ચડે.
થર્ટી ફર્સ્ટને લઈ રાજકોટ શહેર પોલીસ આવી એકશનમાં
નશો કરનારાઓને ઝડપી લેવા વિશેષ ડ્રાઈવનું આયોજન
શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ@CP_RajkotCity #Gujarat #rajkot #NewYearCheck #PoliceAction #LawAndOrder #GujaratNews #PublicSafety #GujaratFirst pic.twitter.com/I0yZszRQjQ— Gujarat First (@GujaratFirst) December 30, 2025
રાજકોટ (Rajkot) માં પણ પોલીસની સઘન તપાસ
રાજકોટ શહેર પોલીસ પણ પ્યાસીઓને ઝડપી લેવા વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું છે. શહેરના અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધર્યું છે.ડ્રગ ટેસ્ટીંગ કીટ અને મોબાઈલ ફોરેન્સિક વેન સાથે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. SOG સહિતની ટીમ દ્વારા જામનગર રોડ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ રાહદારીઓ સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.


