ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ક્રિકેટમાં 400 થી વધુ વિકેટ લેનાર આ બોલરે જાહેર કરી નિવૃત્તિ

ભારતીય ખેલાડીએ અચાનક કરી નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી અંકિત રાજપૂતે સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો Ankit Rajpoot:ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચો સતત રમાઈ રહી...
08:34 PM Dec 16, 2024 IST | Hiren Dave
ભારતીય ખેલાડીએ અચાનક કરી નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી અંકિત રાજપૂતે સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો Ankit Rajpoot:ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચો સતત રમાઈ રહી...
Ankit rajpoot

Ankit Rajpoot:ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચો સતત રમાઈ રહી છે. આ બધાની વચ્ચે એક ભારતીય ફાસ્ટ બોલરે અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.આ ખેલાડીએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન 400થી વધુ વિકેટ ઝડપી છે. તે IPLમાં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ખેલાડીને IPLમાં રમવાની તક નથી મળી રહી. આવી પરિસ્થિતિમાં આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા ફેન્સને તેના નિર્ણય વિશે જાણ કરી.

ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ

31 વર્ષના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે (Ankit Rajpoot)અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અંકિત રાજપૂત તાજેતરમાં રણજી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી મોટી ટીમો માટે રમી ચૂક્યો છે. પરંતુ તેને આઈપીએલમાં તેની છેલ્લી મેચ 2020 દરમિયાન રમી હતી. આ પછી તે બેન્ચ પર જ જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -IND vs AUS 3rd Test : ટીમ ઈન્ડિયાની મદદે આવ્યા 'મેઘરાજા'

અંકિત રાજપૂતે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી શેર

અંકિત રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. અંકિત રાજપૂતે લખ્યું છે કે 'હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. 2009-2024 સુધીનો મારો પ્રવાસ મારા જીવનનો સૌથી આકર્ષક સમય રહ્યો છે. મને મળેલી તકો માટે હું BCCI, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, કાનપુર ક્રિકેટ એસોસિએશન, IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો આભારી છું. મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, ખાસ કરીને ફિઝિયો ડો. સૈફ નકવી, મારા કોચ શશી સર અને સપોર્ટ સ્ટાફનો આભાર. મારા સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવવામાં મને મદદ કરવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું.

આ પણ  વાંચો -IND vs AUS 3rd Test Day LIVE : ગાબા ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ, 4 વિકેટ ધડામ, ઋષભ OUT

પરિવાર અને મિત્રોનો આભાર

‘મારા તમામ ફેન્સ માટે, જેમણે મને દરેક ઉતાર-ચઢાવમાં સાથ આપ્યો છે, હું તમારી સાથે વિતાવેલી પળોને હંમેશા યાદ રાખીશ અને તમારો સાથ હંમેશા મારા માટે ઈન્સ્પિરેશનનો સ્ત્રોત રહ્યો છે. હું મારા કુટુંબ અને મિત્રોનો મારા સમગ્ર કરિયર દરમિયાન બિનશરતી પ્રેમ અને સપોર્ટ માટે આભાર માનું છું. તેઓ મારી કરોડરજ્જુ રહ્યા છે અને તેમના વિના હું આજે જે કંઈ છું તે પ્રાપ્ત કરી શક્યો ન હોત. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે હું ક્રિકેટની દુનિયામાં અને તેની બિઝનેસ બાજુમાં નવી તકોની શોધ કરીશ, જ્યાં હું મારી ગમતી રમતમાં ભાગ લેવાનું ચાલુ રાખીશ અને નવા અને અલગ વાતાવરણમાં મારી જાતને પડકાર આપીશ. હું માનું છું કે ક્રિકેટર તરીકેની મારી સફરનું આ આગલું પગલું છે અને હું મારા જીવનના આ નવા અધ્યાયની રાહ જોઈ રહ્યો છું.

આ પણ  વાંચો -WPL 2025 માટે આજે બેંગલુરુમાં Auction,જાણો ક્યાં જોઇ શકશો લાઇવ

અંકિત રાજપૂતનું કરિયર

અંકિત રાજપૂતે તેના કરિયર દરમિયાન 80 ફર્સ્ટ ક્લાસ મેચ, 50 લિસ્ટ A મેચ અને 87 T20 મેચ રમી છે. તેને ફર્સ્ટ ક્લાસમાં 248 વિકેટ, લિસ્ટ Aમાં 71 વિકેટ અને T20માં 105 વિકેટ લીધી છે. આઈપીએલની વાત કરીએ તો તેને 29 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.

Tags :
Ankit rajpootCricket NewsGujarat NewsGujaratFirsthbt vs cjHiren daveIND VS AUSLatest Cricket News Updates
Next Article