છૂટાછેડા બાદ હાર્દિકના જીવનમાં આ ગ્લેમરસ વિદેશી ગર્લે મારી Entry !
- હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા ડેટ કરી રહ્યા હોવાની અફવા
- હાર્દિક અને જાસ્મીને એક જ પૂલમાંથી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી
- જાસ્મિન અને હાર્દિકની પોસ્ટની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ફેન્સ અનુમાન લગાવ્યું
Hardik Pandya:બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક(Natasa Stankovic) અને ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ તેમના છૂટાછેડા(divorce)ની જાહેરાત કરી હતી. હવે લાગે છે કે નતાશાથી અલગ થયા બાદ હાર્દિકના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિની એન્ટ્રી થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા (Jasmin Walia)ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ચાલી રહી છે. એવી પણ અફવા છે કે હાર્દિક અને જાસ્મિન બંને ગ્રીસમાં સાથે વેકેશન માણી રહ્યા છે.
નતાશાથી અલગ થયા બાદ હાર્દિક કોને ડેટ કરી રહ્યો છે?
આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે હાર્દિક અને જાસ્મીને એક જ પૂલમાંથી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. તસ્વીરોના બેકગ્રાઉન્ડમાં ગ્રીક વેલીઝ દેખાઈ રહી હતી. જાસ્મીને બ્લુ બિકીનીમાં પોતાની એક સિઝલિંગ તસવીર પોસ્ટ કરી હતી. જેના પર તેણે વાદળી રંગનો શર્ટ પણ પહેર્યો હતો. તે પૂલ પાસે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી હતી. તેણે સ્ટ્રો હેટ અને મોટા સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આના થોડા સમય બાદ હાર્દિકે પણ આ જ પૂલની આસપાસ ફરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં હાર્દિક ક્રીમ રંગીન પેન્ટ, પેટર્નવાળા શર્ટ અને સનગ્લાસના આરામદાયક પરંતુ ફેશનેબલ આઉટફિટમાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
જાસ્મિનને હાર્દિકનો વિડિયો પસંદ આવ્યો હતો
જાસ્મિન અને હાર્દિકની પોસ્ટની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને ડેટ કરી રહ્યાં છે. આગમાં ઘી હોમતા જાસ્મિનને પણ હાર્દિકનો વીડિયો લાઈક કર્યો છે જેનાથી અટકળો વધુ તેજ થઈ ગઈ છે. જોકે હાર્દિકે જાસ્મિનની બિકીની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ ક્રિકેટરે જાસ્મિનની હાલની તમામ તસવીરો પસંદ કરી છે. હકીકત એ છે કે બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે આનાથી અફવાઓને વધુ મજબૂતી મળી છે.
View this post on Instagram
આ પણ વાંચો -આજના સમયમાં કોઈ પણ પુરુષ એક સાચો The Man નથી: Salman Khan
નતાશા અને હાર્દિક અલગ થયા
નતાશા સ્ટેનકોવિક ગયા મહિને તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના વતન પરત ફરી હતી. તમને જણાવી દઈએ કે નતાશા અને હાર્દિકે 31 મે 2020ના રોજ એક ઈન્ટિમેટ ફંક્શનમાં લગ્ન કર્યા હતા. આ કપલે ફેબ્રુઆરી 2023માં ફરી લગ્ન કર્યા. જો કે, મે મહિનામાં તેમના અલગ થવાની અફવાઓ સામે આવવા લાગી જ્યારે નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી 'પંડ્યા' અટક હટાવી દીધી હતી. ત્યાર બાદ દંપતીએ જુલાઈમાં સંયુક્ત નિવેદન સાથે તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી. તમને જણાવી દઈએ કે આ કપલને એક પુત્ર અગસ્ત્ય છે. જેમને તેઓ હવે કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે.