ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vibrant Gujarat Global Summit-2024 પહેલા CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે થયાં આ મહત્વના MOU

ગાંધીનગર ખાતે વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1401કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયા હતા. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. આ MoUથી 2200  હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી...
06:36 PM Aug 02, 2023 IST | Hiren Dave
ગાંધીનગર ખાતે વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1401કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયા હતા. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. આ MoUથી 2200  હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી...

ગાંધીનગર ખાતે વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1401કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયા હતા. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. આ MoUથી 2200  હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે વાયબ્રન્‍ટ સમિટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. 2761 કરોડના10  MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

 

રોકાણો સાથે વધુ 4 MoU થયા

કેમિકલ સેક્ટરમાં 1401 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે રાજ્યમાં ફરી કુલ નવાં 4 MoU નોંધાયા છે. ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800 , એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700 , ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

2000થી વધુ રોજગારીની તકો

વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. કેમિકલ સેક્ટરમાં કુલ 1401 કરોડ રૂપિયાના રોકાણો માટે 4  ઉદ્યોગગૃહોએ MoU કર્યા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે. આ પહેલાં MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. 2761 કરોડના 10  MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 5000થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

 

ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરીમાં શરૂ થશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે અને આ સમિટને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ પણ  વાંચો -સુરતમાં રેપ વિથ મર્ડર કેસમાં ફાંસીની સજા

 

Tags :
CM BhupendraEmploymentGUJARAT VIBRANT GLOBAL SUMMIT 2024investmentMEMORANDUM OF UNDERSTANDINGMoUOPPORTUNITIES
Next Article