આ બંગાળ છે... તારા ચહેરા પર એસિડ નાંખી દઇશ, TMCના નેતાએ ભાજપના MLAને આપી ખુલ્લી ધમકી
- TMC ના નેતાની ભાજપના MLAને આપી ખુલ્લી ધમકી
- ભાજપના ધારાસભ્યને મોઢામાં એસિડ નાંખવાની આપી ધમકી
- માલદા જિલ્લાના ટીએમસીના અધ્યક્ષ અબ્દુર રહીમ બક્ષીએ આપી ધમકી
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ દ્વારા વિપક્ષી પક્ષોના નેતાઓ અને કાર્યકરોને ધમકી આપવી એ કોઈ નવી વાત નથી. થોડા મહિના પહેલા બાંકુડાના ઓંદામાં ભાજપના ધારાસભ્યને તૃણમૂલના નેતાઓએ હાથ-પગ તોડવાની ધમકી આપી હતી. હવે માલદા જિલ્લાના ટીએમસીના અધ્યક્ષ અબ્દુર રહીમ બક્ષીએ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય દળના મુખ્ય સચેતક અને ધારાસભ્યને મોઢામાં એસિડ નાખવાની ધમકી આપી છે. જોકે, આવું પહેલી વખત નથી બન્યું.આ પહેલા પણ અબ્દુર રહીમે ભાજપ, માકપા અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોના હાથ-પગ કાપવાની ધમકી આપી હતી. તૃણમૂલના જિલ્લા અધ્યક્ષ અબ્દુર રહીમ બક્ષીએ શનિવારે સાંજે એક સભાને સંબોધતા ભાજપના ધારાસભ્ય પર એસિડ નાંખવાની ખુલ્લી ધમકી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અન્ય રાજ્યોમાં “બંગાળી ભાષી પ્રવાસી મજૂરો પરના અત્યાચાર”ના વિરોધ મામલે એક સભાનું આયોજન કર્યું હતું.
માલદા જિલ્લાના TMC ના અધ્યક્ષ અબ્દુર રહીમ બક્ષીએ આપી ધમકી
નોંધનીય છે કે તૃણમૃલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ભાજપના ધારાસભ્યને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભામાં ઘોષ દ્વારા બંગાળના પ્રવાસી મજૂરોને રોહિંગ્યા અને બાંગ્લાદેશી તરીકે ગણાવતી અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતાં રહીમ બક્ષીએ કહ્યું કે, તેમણે બંગાળના 30 લાખ પ્રવાસી મજૂરો, જેઓ બહાર કામ કરે છે, તેઓ બંગાળી નથી... તેઓ રોહિંગ્યા છે, બાંગ્લાદેશી છે. તેમણે આ મામલે વધુમાં કહ્યું, “મેં ત્યારે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું જો મેં આ વાત ફરીથી સાંભળી છે તો હું તારા ચહેરા પર એસિડ નાંખી દઇશ તને ખબર હોવી જોઈએ કે આ બંગાળ છે. અમે બંગાળીઓ તને બોલવાની જગ્યા નહીં આપીએ. હું તારો ચહેરો એસિડથી બાળી નાખીશ.
TMC ના અધ્યક્ષ અબ્દુર રહીમ બક્ષીએ એક સભામાં આપી ધમકી
ટીએમસીના જિલ્લા અધ્યક્ષ બક્ષીએ ભાજપના ઝંડા ફાડવા અને જિલ્લામાં પક્ષના નેતાઓનો સામાજિક બહિષ્કાર કરવાની વિનંતી કરી. આ ટિપ્પણીની ભાજપે નિંદા કરી અને તૃણમૂલ પર ધમકી અને હિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. માલદા ઉત્તરના ભાજપના સાંસદ ખગેન મુર્મુએ કહ્યું કે આવી ધમકીઓ રાજ્યની ચૂંટણીઓ પહેલાં તૃણમૂલની હતાશાને ઉજાગર કરે છે. તેમણે કહ્યું, આ તૃણમૂલની સંસ્કૃતિ છે. તેમનું કામ લોકોને ડરાવવા-ધમકાવવાનું છે. માલદામાં હવે આવા નિવેદનો સતત સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ઘણીવાર ચર્ચામાં રહેવા માટે આવી વાતો કરે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલની હારનો ડર તેમના માટે કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો: PM Modi Spoke to Macron : PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત