Redmi Note સિરીઝનો આ ફોન થઈ રહ્યો છે લોન્ચ
- Redmi Note 14 Pro ચીનમાં થયો લોન્ચ
- આગામી દિવસમાં ભારતમાં પણ થશે લોન્ચ
- IP69 રેટિંગ સાથે જોવા મળશે
Redmi : Redmi Note 14 Pro આ સીરિઝ ચીનમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. ત્યારે કંપની ટૂંક સમયમાં ભારતમાં પણ આ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરશે. જો કે તેની તારીખ સામે આવી નથી. Xiaomiએ લોન્ચ પહેલા જ આ સ્માર્ટફોનની પહેલી ઝલક બતાવી છે.આ બ્રાન્ડની સૌથી લોકપ્રિય લાઇન-અપ છે. આમાં Redmi Note 14 Pro અને Redmi Note 14 Pro+ લોન્ચ થઈ શકે છે. આ ઉપકરણો ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન અને IP69 રેટિંગ સાથે જોવા મળશે. ચાલો તેમની વિગતો જાણીએ.
લોંચની તારીખથી પડદો ઉઠાવવામાં આવ્યો
કંપની 26 સપ્ટેમ્બરે Redmi Note 14 Pro સિરીઝ લોન્ચ કરશે. આ ઇવેન્ટ ચીનમાં સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે) થશે. કંપની આ ઇવેન્ટમાં Xiaomi Redmi Buds 6 પણ લોન્ચ કરશે. કંપનીએ તેના વિશે વધુ માહિતી આપી નથી, પરંતુ તેની ડિઝાઇન જાહેર કરી છે.
Redmi Note 14 Pro+ officially released in china 🇨🇳
12+256GB priced at 1899 yuan, 12+512GB priced at 2099 yuan, 16+512GB priced at 2299 yuan,#redminote14proplus #redmi pic.twitter.com/nBM4A8G1AE— Sûjåñ Tharu (@SujanTharu66) September 26, 2024
આ પણ વાંચો -રણવીર અલ્લાહબાદિયાની YouTube ચેનલ હેક, તમામ વીડિયો Delete
આ ફોનમાં શું હશે ખાસ?
આ શ્રેણીમાં, કંપની Redmi Note 14 Pro અને Redmi Note 14 Pro+ લોન્ચ કરી શકે છે. બંને ફોન ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવશે. આ બંને ફોન IP69 રેટિંગ સાથે લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લી સીરીઝમાં કંપનીએ IP68 રેટિંગ આપ્યું હતું. અગાઉના વર્ઝનની સરખામણીમાં તમામ મોડલ્સને સારી બેટરી અને તાકાત મળશે. અધિકૃત ફોટો પરથી તે સ્પષ્ટ છે કે Redmi Note 14 Pro ત્રણ કલર વિકલ્પોમાં આવશે - સફેદ, વાદળી અને જાંબલી. આમાં આપણને કર્વ્ડ ડિસ્પ્લે મળશે, જે હોલ પંચ કટઆઉટ સાથે આવી શકે છે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જે LED ફ્લેશ સાથે આવશે. પાછળની બાજુએ તમને ગોળાકાર ચોરસ આકારનું કેમેરા મોડ્યુલ મળશે. કંપનીએ સ્પેસિફિકેશન વિશે માહિતી આપી નથી જો રિપોર્ટ્સનું માનીએ તો, Redmi Note 14 Proમાં Qualcomm Snapdragon 7s Gen 3 પ્રોસેસર આપવામાં આવી શકે છે. તેમાં 50MP મુખ્ય લેન્સ સાથે કેમેરા સેટઅપ હશે. ઉપકરણ 90W ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.