Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ અને અધિક શ્રાવણ માસ..! વાંચો જરુરી માહિતી

દર બે વર્ષે 2 વાર અને  3 વર્ષે 5 વખત આવતો અધિક માસ આ વખતે 17 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. આ વખતે લાંબા સમય પછી અધિક માસ શ્રાવણ મહિના સાથે આવી રહ્યો છે અને આ વખતે પાંચ મહિનાનો ચાતુર્માસ...
આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ અને અધિક શ્રાવણ માસ    વાંચો જરુરી માહિતી
Advertisement
દર બે વર્ષે 2 વાર અને  3 વર્ષે 5 વખત આવતો અધિક માસ આ વખતે 17 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. આ વખતે લાંબા સમય પછી અધિક માસ શ્રાવણ મહિના સાથે આવી રહ્યો છે અને આ વખતે પાંચ મહિનાનો ચાતુર્માસ છે. આ સુભગ સમન્વય વિશે જાણવું જરુરી છે.
17 જુલાઇથી અધિક માસનો પ્રારંભ
અમદાવાદના જ્યોતિષાચાર્ય દિપેનભાઇ રાવલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે લાંબા સમય પછી શ્રાવણ માસ સાથે અધિક માસ આવી રહ્યો છે. 17 જુલાઇથી અધિક માસનો પ્રારંભ થશે અને 17 ઓગષ્ટ સુધી ચાલશે. તેમણે કહ્યું કે 18 ઓગષ્ટથી મુળ શ્રાવણ માસનો પ્રારંભ થશે.
5 મહિનાનો ચાતુર્માસ
દિપેનભાઇ રાવલે કહ્યું કે આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ છે અને મંગળ, બુધ અને શુક્ર  સિંહ રાશીમાં આવે છે જે સારો સમય બતાવે છે. અધિક મહિનો  19 વર્ષમાં 7 વખત આવે છે અને દર બે વર્ષે 2 વાર આવે છે તથા દર  3 વર્ષે 5 વખત અધિક મહિનો આવે છે.
તિથી અને નક્ષત્ર તથા રાશિ અને યોગકરણ માં વધઘટ થતી હોય ત્યારે અધિક માસ આવે છે
તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે તિથી અને નક્ષત્ર તથા રાશિ અને યોગકરણ માં વધઘટ થતી હોય ત્યારે અધિક માસ આવે છે. તેમણે કહ્યું કે હિરણ્યકશિપુને બ્રહ્માનું વરદાન હતું કે ના દિવસે કે ના રાત્રે, ના શસ્ત્ર કે ના અસ્ત્ર, ના પશુ કે મનુષ્ય અને 12 મહિના તેને કોઇ મારી ના શકે અને આ સમયે ભગવાન નારાયણે નૃસિંહ અવતાર ધારણ કરી સંધ્યા કાળે અધિક માસમાં હિરણ્યકશિપુને ખોળામાં બેસાડી ઉંબરા પર પોતાના નખ દ્વારા છાતી ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કર્યો હતો.
અધિક માસમાં ભગવાન નારાયણની ઉપાસના
દિપેનભાઇ રાવલે કહ્યું કે અધિક માસમાં ભગવાન નારાયણની ઉપાસના કરવામાં આવે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઇએ. દાન અને પુણ્યનું તથા ભગવાન નારાયણની કથા સાંભળવી શ્રેષ્ટ છે. અધિક માસને પુરષોત્તમ માસ પણ કહેવાય છે.
અધિક માસને પુરષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે
આમ તો અધિક માસને મલ માસ કહેવાય છે અને અધિક માસમાં કોઇ શુભ કાર્ય કરાતું નથી. દરેક મહિનાના એક પ્રમુખ દેવ હોય છે અને તે મહિનામાં તે દેવની પૂજા કરાય છે પણ અધિક મહિનાના દેવ બનવા કોઇ તૈયાર ન હતું જેથી ભગવાન વિષ્ણુ અધિક માસના પ્રમુખ દેવ બન્યા હતા અને તેથી અધિક માસને પુરષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Tags :
Advertisement

.

×