20 વર્ષે ઝડપાયો આ વોન્ટેડ આરોપી, રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો ભેજાબાજ
અહેવાલ - પ્રદિપ કચિયા, અમદાવાદ
પોરબંદરમાં હત્યાના પ્રયાસનો વોન્ટેડ આરોપી 20 વર્ષે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે રાજેસ્થાનના જૈતારણથી આરોપીની કરી ધરપકડ કરી છે. 20 વર્ષથી આરોપી જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાયેલો હતો. આરોપી વિરુદ્ધ પોલીસ 10 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરીને ભેદ ઉકેલ્યો.
પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું
મહિલા ખેડૂતના હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા પાંચારામ સોલંકીએ 2004માં મહિલા ખેડૂત પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો પોરબંદરના કુતીયાણા જિલ્લામાં રહેતા ભુરીબેન ઓડેદરિયા અને તેમના પુત્ર આલાભાઈ વચ્ચે જમીન વહેંચણી બાબતે વિવાદ ચાલતો હતો. જે જમીન બાબતે ભુરી બેન અને આલાભાઈએ ઝઘડો થયો હતો. જેમાં આરોપી આલા, તેની પત્ની,તથા પકડાયેલ આરોપી પાંચારામ સોલંકી તેમજ તેનો સગીર પુત્રએ ભુરી બેન પર કુહાડી તથા લાકડીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં 3 આરોપી પકડાઈ ગયા હતા.જ્યારે પાંચારામ 20 વર્ષથી વોન્ટેડ હોવાથી પોરબંદર પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું.
રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો આરોપી
પકડાયેલ આરોપી પાંચારામ સોલંકી ભુરીબેનના ખેતરમાં મજુરી કરતો હતો, અને ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ શોધી રહી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપી રાજસ્થાનમાં છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી પાંચારામ રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો અને ખેતરમાં મજુરી કરીને જીવન ગુજરતો હતો. એટલું જ નહીં તે ગામ થી દુર પોતાનું નાનું ઝૂંપડું બાંધીને છુપાઈને રહેતો હતો. આ પ્રકારે 20 વર્ષમાં તેને અનેક ગામો બદલી નાખ્યા હતા.
પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે પાંચારામની પત્નીએ છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા છે. જ્યારે તેના પુત્રનું અવસાન થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હત્યાના પ્રયાસ કેસમાં જમીનની લાલચમાં પુત્ર જ માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું. ભૃરીબેન પતિના અવસાન બાદ તેમની પાસે 20 વિઘા જમીન હતી. તે તેમને પોતાના 3 પુત્ર આલા, માલદેવ અને આખાને 5-5 વિઘા આપી હતી અને 5 વિઘા પોતાની પાસે રાખી હતી. પરંતુ માલદેવ સાથે ભુરી બેન રહેતા હોવાથી તેને 10 વિઘા જમીન મળતા આલાને મનમાં વેર આવ્યું.અને તેને પાંચારામ સાથે મળીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે આ વોન્ટેડ આરોપીને પકડીને પોરબંદર પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- KUTCH : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભુજમાં યોજાઈ રહેલ રાષ્ટ્રીય બેઠકને અપાયો આખરી ઓપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે