Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : કચેરી ખાલી કરાઈ, પોલીસ તપાસ તેજ

Palanpur : પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા તત્કાલિક કલેકટર કચેરીને ખાલી કરી દેવામાં આવી છે તમામ અધિકારી કર્મચારીઓને કલેકટર કચેરી સંકુલ બહાર નીકાળી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં નજીકમાં આવેલી જનસેવા કેન્દ્ર અને કોર્ટ સંકુલ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે.
palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી   કચેરી ખાલી કરાઈ  પોલીસ તપાસ તેજ
Advertisement
  • ગુજરાતમાં બોમ્બ ધમકીનો તરખાટ : પાલનપુર કલેક્ટર ઓફિસમાં 6 બોમ્બની વાત, સુરક્ષા વધારાઈ
  • પાલનપુરમાં કલેક્ટર કચેરીને મળ્યો ધમકીભર્યો મેઈલ: જનસેવા કેન્દ્ર અને કોર્ટ પણ બંધ
  • બનાસકાંઠામાં બોમ્બ થ્રેટ: કલેક્ટર ઓફિસમાં તપાસ, એમ્બ્યુલન્સ તૈયાર રાખાઈ
  • પાલનપુર કલેક્ટરને ઈમેઈલથી બોમ્બ ધમકી: પોલીસ અને બોમ્બ સ્ક્વોડની કાર્યવાહી શરૂ

Palanpur : પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા તત્કાલિક કલેકટર કચેરીને ખાલી કરી દેવામાં આવી છે તમામ અધિકારી કર્મચારીઓને કલેકટર કચેરી સંકુલ બહાર નીકાળી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં નજીકમાં આવેલી જનસેવા કેન્દ્ર અને કોર્ટ સંકુલ પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

  પાલનપુર ક્લેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ઇમેલ

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો મેઈલ મળ્યા બાદ તાત્કાલિક કલેક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે દ્વારા બોમ્બ સ્કોર્ડ ડોગ સ્કોર્ડની મદદથી કલેક્ટર કચેરીને સંપૂર્ણ ઘેરી લઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે કલેક્ટરને ઈમેઈલ ઉપર આ ધમકી ભર્યો મેલ મળ્યો હતો. અલગ અલગ જગ્યાએ છ જેટલા બોમ્બ ફીટ કર્યા હોવાનું મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં કલેકટર કચેરીમાં પોલીસ કર્મચારીઓ સહિત બોમ્બ સ્કોર્ડના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે.

Advertisement

Advertisement

ક્લેક્ટર કચેરીને બંધ કરાઈ

ધમકી ભર્યો મેલ મળ્યા બાદ હાલમાં કલેકટર કચેરી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે એટલે કે સંપૂર્ણ કલેક્ટર કચેરી હાલ ખાલી કરી દેવાઈ છે. જે પ્રમાણે મેલમાં ઉલ્લેખ કરવામાં આવે છે તે પ્રમાણે ઝીણવટભરી તપાસ કલેક્ટર કચેરીમાં કરવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે નજદીકમાં આવેલ જનસેવા કેન્દ્રના તમામ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી છે અને જનસેવા કેન્દ્ર પણ ખાલી કરી દેવામાં આવ્યું છે સાથે જે જોરાવર પેલેસમાં આવેલી કોર્ટની તમામ કામગીરી બંધ કરવામાં આવેલી છે કોર્ટ સંકુલ પણ હાલ બંધ કરી દેવાયું છે એટલે કે ક્યાંક ને ક્યાંક સુરક્ષા ના ભાગરૂપે હાલે પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં

બીજી તરફ પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ કલેકટર કચેરી ખાતે હાલ હાજર જોવા મળી રહી છે એસપી Dysp પીઆઇ સહિતનો કાફલો કલેકટર કચેરી ખાતે ખડકાયો છે કલેક્ટર કચેરીની સુરક્ષાના ભાગરૂપે મુખ્ય બંને ગેટ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

જોરાવર પેલેસ સંકુલ સંપૂર્ણ કરાયું બંધ

જોરાવર પેલેસ સંકુલ તરફ આવતા તમામ વાહનો ઉપર પણ અત્યારે રોક લગાવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની તમામ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે. આકસ્મિક કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક સારવાર મળે તે માટે હાલમાં એમ્બ્યુલન્સ પણ કલેક્ટર કચેરી બહાર છે ઉભી રાખવામાં આવી છે. જે પ્રમાણે મેલમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ ફીટ કરાયા હોવાની ધમકી આપવામાં આવી છે એટલે સંપૂર્ણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્કોર્ડની ટીમ તપાસ કરી રહી છે. એટલે હાલમાં તમામ કર્મચારી અધિકારીઓને કચેરી બહાર કાઢીને કચેરીઓનો કબજો પોલીસે લઈ લીધો છે અને સુરક્ષાને લઈ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Surendranagar : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ED રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા 

અહેવાલ - કમલેશ નાભાણી, બનાસકાંઠા

Tags :
Advertisement

.

×