Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod : મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી ધરપકડ નો દોર સતત યથાવત છે. આજે વધુ ત્રણની ધરપકડ સાથે અત્યાર સુધી કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
dahod    મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ  કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા
Advertisement
  • દાહોદના મનરેગા કૌભાંડ મુદ્દે વધુ ત્રણ આરોપીની ધરપકડ
  • APO ભાવેશ રાઠોડ, ઓપરેટર સંજય બારીયાની ધરપકડ
  • એજન્સીના માલિક જગદીશ બારીયાની પણ ધરપકડ
  • ભાવેશ 9 દિવસ, સંજય અને જગદીશ 6 દિવસના રિમાન્ડ પર
  • મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ

રાજ્યભરમાં ચકચાર જગાવનાર દેવગઢ બારિયા (Devgadh Baria,) અને ધાનપુર તાલુકામાં માનરેગા યોજના (MNREGA Scheme) અંતર્ગત થયેલા કૌભાંડને મામલે પોલીસે અગાઉ મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabar) ના બે પુત્રો સહિત અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકોની કુલ 11 લોકોની ધરપકડ કરી છે. કેટલાક જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. અમુક લોકો પોલીસ રિમાન્ડ (Police remand) ઉપર છે. તપાસ દરમિયાન આજે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં ધાનપુર તાલુકા પંચાયત (Dhanpur Taluka Panchayat) માં એપીઓ તરીકે ફરજ બજાવતા ભાવેશ રાઠોડ (Bhavesh Rathod) એમએસ ઓપરેટર સંજય બારિયા (Sanjay Bariya) અને એજન્સી ધરાવતા જગદીશ બારિયા (jagdish Bariya)ની પોલીસે ધરપકડ કરી દાહોદ સેશન્સ કોર્ટ (Dahod Sessions Court)માં રજૂ કરતાં નામદાર કોર્ટે એપીઓ ભાવેશ રાઠોડ (Bhavesh rathod)ના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે સંજય અને જગદીશના 6 – 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Tags :
Advertisement

.

×