Ahmedabad Air plane Crash : પાટણના ચંદ્રુમાણા અને બ્રાહ્મણવાડાના ત્રણ લોકોનું પ્લેન દુર્ઘટનામા મોત
- અમદાવાદ પ્લેન ક્રેશમાં પાટણ અને પાલનપુરના 5 લોકોના મોત
- પાટણના બ્રાહ્મણવાડા અને ચંદ્રુમાણા ગામના 3 લોકોના મોત
- પાલનપુરનાં દંપતીનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત નિપજ્યું
અમદાવાદ વિમાન દુર્ધટનામાં ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામની યુવતીનું મોત નિપજ્યું છે. જૈમીનીબેન કુંજનભાઈ ચૌધરી નામની વિદ્યાર્થીનીનું વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. જૈમીનીના પરિવારજનો મૃતદેહની ઓળખ માટે અમદાવાદ પહોંચ્યા હતા. વિમાન દુર્ઘટનામાં પાટણના કુલ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
Ahmedabad માં ભડભડ કરીને તૂટી પડ્યું વિમાન । Gujarat First https://t.co/V43PrT6uaP
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
ચંદ્રુમાણા ગામના વૃદ્ધ દંપતીનું પ્લેન ક્રેશમાં મોત
પાટણ તાલુકાના ચંદ્રામાણા ગામના બે પેસેન્જર પણ વિમાનમાં સવાર હતા. પટેલ કુબેરભાઈ ખેમચંદદાસ અને તેમના પત્નિ પટેલ બબીબેન કુબેરભાઈ પ્લનમાં હતા. જેઓનું દુઃખદ અવસાન થયું છે. હાલ ચંદ્રુમાણા ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. દંપતીની ઓળક માટે પરિવાર હાલ અમદાવાદ પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : વડોદરાના પરિવારજનો માતા-પુત્રી અંગે જાણવા અમદાવાદ આવી પહોચ્યા
પાલનપુરના દંપનીનું પ્લેન ક્રેશમાં મોત
અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં પાલનપુરના બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાલનપુરના લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા. આજે સવારે પાલપુરથી નીકળી અમદાવાદ થી લંડન ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. પાડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ-પત્નિ બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા. પરિવારજનો તેમના મૃતદેહની ઓળખ વિધિ માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આરોગ્ય સચિવનું નિવેદન, મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલની વ્યવસ્થા કરાઈ