Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત પર તોળાતો વાવાઝોડાનો ખતરો, Ahmedabad માં આજે વરસાદની સંભાવના

ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ...
ગુજરાત પર તોળાતો વાવાઝોડાનો ખતરો  ahmedabad માં આજે વરસાદની સંભાવના
Advertisement

ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર શું  કહ્યું 

Advertisement

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુક્કું રહેશે. કેટલાક સ્થળો પર લોકલ કનેક્ટિવ એક્ટિવિટીની સંભાવનાં છે. તો અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે

Advertisement

અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે

વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

તો ચોમાસાની આગાહી વિશે કહ્યું કે, ચોમાસુ હાલ ભારતમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે અને જલ્દી જ કેરળ પહોંચી જશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં પહોંચશે.

આપણ  વાંચો-પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવકે 2 માસૂમ બાળકોની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Tags :
Advertisement

.

×