Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ અને પવન સાથે આગમન

સૌરાષ્ટ્રનાં ગોંડલ અને અમરેલીમાં સાંજનાં સુમારે અચાનક મેઘરાજાનું આગમન થતા લોકો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
rajkot   ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ અને પવન સાથે આગમન
Advertisement
  • ગોંડલમાં ભીમ અગિયારસના શુકન સાથે મેઘરાજાનું આગમન
  • મોસમના પ્રથમ વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ
  • અમરેલી જીલ્લામાં 2 તાલુકામાં વરસાદી ઝાપટા

ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ અને પવન સાથે આગમન થયું હતું. મેઘરાજાના આગમનને લઈને શહેરનાં રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શુકનવંત વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મોસમના પ્રથમ વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Advertisement

ગ્રામ્ય અને વડીયા પંથકમાં વરસાદથી રાહત

અમરેલી જિલ્લાના 2 તાલુકામા વરસાદી ઝાપટા પડ્યા હતા. ધારી ગીરના વીરપુર, ઈંગોરાળા, ગોવિંદપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વડીયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વડીયા શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધારીના ગ્રામ્ય અને વડીયા પંથકમાં વરસાદની લોકોએ રાહત અનુભવી હતી. ભીમ અગિયારસે મેઘરાજાએ મુર્હૂત સાચવ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot તોલમાપ વિભાગના અધિકારીનો લાંચ કેસ, ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ

એકાએક ગાજવીજ સાથે કમોસમી વરસાદ

જામનગરના કાલાવડ પંથકના વાતાવરણમં એકાએક પલટો આવ્યો હતો. મોડી સાંજે એકાએક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કાલાવડના ટોડા, નવાગામમાં પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદે વધુ એક વખત ધરતીપુત્રોની ચિંતા વધારી હતી.આ

આ પણ વાંચોઃ Mahesana: કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ, વિસાવદરમાં મહંત મહેશગીરી આપ્યું મોટુ નિવેદન

Tags :
Advertisement

.

×