ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટાઈગર અભી જખ્મી હૈ..., સલમાન ખાને ટ્વીટ કરી આપી જાણકારી

સલમાન ખાનની આગામી ફિલ્મ Tiger 3 ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોયા બાદ આ આતુરતા વધી છે. જોકે, તે પહેલા સલમાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બોલિવૂડ...
08:55 PM May 18, 2023 IST | Hardik Shah
સલમાન ખાનની આગામી ફિલ્મ Tiger 3 ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોયા બાદ આ આતુરતા વધી છે. જોકે, તે પહેલા સલમાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બોલિવૂડ...

સલમાન ખાનની આગામી ફિલ્મ Tiger 3 ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોયા બાદ આ આતુરતા વધી છે. જોકે, તે પહેલા સલમાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બોલિવૂડ એક્ટર સલમાન ખાને ટ્વિટર દ્વારા તેના ચાહકોને જણાવ્યું છે કે જિમ કરતી વખતે તેના ખભામાં ઈજા થઈ છે.

જાણો કેવી રીતે થઇ ઈજા?

સલમાન ખાનની ટાઈગર સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ મનીષ શર્માના નિર્દેશનમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ છે. ત્રણ વિશ્વ વિખ્યાત એક્શન ડિરેક્ટર્સ ફ્રાન્ઝ સ્પિલહૌસ, પરવેઝ શેખ અને સે-યોંગ ઓહ તેને તૈયાર કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. 'ટાઈગર-3'ના નિર્માતાઓ ફિલ્મની એક્શન સિક્વન્સને વધુ મનોરંજક બનાવવા માંગે છે જેથી દર્શકોને 'પઠાણ'માં જે જોવા મળ્યું તેના કરતા વધુ એક્શન જોવા મળે. જણાવી દઈએ કે, સેટ પરથી ઘણી તસવીરો પણ લીક કરવામાં આવી છે. ફિલ્મ માટે સલમાન ફિટ રહેવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છે અને એક પણ દિવસ જીમ કરવાનું મિસ કરી રહ્યો નથી. મળી રહેલી માહિતી અનુસાર, ગત રોજ જીમ કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી, જેના વિશે તેણે ચાહકોને જાણ કરી છે. સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટમાં સલમાન ખાને લખ્યું છે કે 'ટાઈગર અભી જખ્મી' છે.

Users કરી રહ્યા છે કોમેન્ટ્સ

તાજેતરમાં જ સલમાન ખાને પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેને ડાબા ખભામાં ઈજા થઈ છે. સુપરસ્ટારે સેટ પરથી એક તસવીર શેર કરી અને તેના ચાહકોને તેના વિશે અપડેટ કર્યું છે. આ ફોટોમાં સલમાન શર્ટલેસ પોઝ આપી રહ્યો છે. તેમજ તેના ખભા પર પાટો બાંધવામાં આવ્યો છે. આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી રહ્યા છો, ત્યારે તે કહે છે કે દુનિયા છોડી દો અને પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવીને બતાવો. ટાઇગર જખ્મી છે. ટાઇગર 3. આ ફોટો જોયા બાદ ચાહકો સલમાનના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જલ્દી સ્વસ્થ થાઓ. એકે કહ્યું પોતાનું ધ્યાન રાખો. બીજાએ કહ્યું કે ટાઇગર શિકાર માટે ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. એકે કહ્યું કે, ટાઇગર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. એકે લખ્યું, "જખ્મી ટાઈગર તેનાથી પણ વધુ ખતરનાક હોય છે.

ટાઈગર 3માં શાહરૂખ ખાને કર્યો છે કેમિયો

શાહરૂખ ખાન બોલિવૂડ એક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3માં ખાસ કેમિયો કરતો જોવા મળશે. સલમાન ખાને તેના મિત્ર શાહરૂખ ખાનની પઠાણમાં કેમિયો કર્યો હતો, જેના બદલામાં કિંગ ખાન ટાઇગર 3માં કેમિયો કરતો જોવા મળશે. યશ રાજ બેનરે સ્પાય યુનિવર્સનું નિર્માણ કર્યું છે, જેમાં ટાઇગર અને પઠાણ એકબીજાની સામે છે. પ્રેક્ષકોએ તેમને પઠાણમાં એક્શનમાં જોઈને આનંદ કર્યો અને લોકો આશા રાખી રહ્યા છે કે જ્યારે આ બંને ટાઈગર 3માં સાથે આવશે ત્યારે દર્શકો ફરી ખુશ થઈ જશે.

આ પણ વાંચો - ફિલ્મ વિવાહ બાદ અભિનેત્રી અમૃતા રાવને આવી રહી હતી US અને CANADA થી લગ્નની ઓફર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bollywoodsalman khanSalman Khan InjuredTiger 3Tiger Injured
Next Article