Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Navami શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

આવતીકાલે રામનવમીનાં તહેવારને લઈ પોલીસ દ્વારા રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ram navami શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત  પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
Advertisement
  • રામનવમીની શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • બારડોલી, જામનગર સહિત અનેક શહેરમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
  • શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા માટે પોલીસનો એક્શન પ્લાન

રામનવમીનાં તહેવારને લઈ બારડોલી ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. બારડોલીમાં આવતીકાલે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બારડોલી નગરનાં શ્રીરામ શોભાયાત્રા માર્ગ પર નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

શોભાયાત્રા માટે ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રખાશે

Advertisement

રામનવમીની શોભાયાત્રા દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક, 8 પીઆઈ, 14 પીએસઆઈ તેમજ એસઆરપીની બટાલિયન સહિત 350 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના નહી બને તે માટે શોભાયત્રામાં ડ્રોન તેમજ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. તેમજ શોભાયાત્રા માટે ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રખાશે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

રામનવમી તહેવાર પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

જામનગરમાં પણ રામનવમીનાં તહેવારને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફૂટ પેટ્રોલિંગમાં એસપી પ્રેમસુખ ડેલુ, બે ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ એ ડીવીઝન પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં ગરમીનો પારો વધશે

Surat police gujarat first

સુરત શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

સુરતમાં આવતીકાલે નીકળનાર રામનવમી પર્વને લઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામનવની નિમિત્તે શહેરમાં અનેક વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. શોભાયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ટ યોજવામાં આવી હતી. શહેર એસઓજીની ટીમ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. તેમજ ડ્રોન કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખશે. ફ્લેગ માર્ચમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. આવતીકાલે રામનવમીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, હિટવેવની આગાહીને પગલે સ્કૂલોને શિક્ષણ વિભાગે આપી સૂચના

Tags :
Advertisement

.

×