Tips : બાળકો છૂપાઇને YouTube પર જોતા હોય એડલ્ટ કન્ટેન્ટ, તો કરો આ કામ
- બાળકો છુપાઈ YouTube પર એડલ્ટ કન્ટેન્ટ જોતાં હોય છે
- યુટ્યૂબ પણ કેટલીય સમસ્યાઓ ઉભી કરે છે
- યુટ્યૂબ પર પેરેન્ટલ કન્ટ્રૉલ સેટ કરવું
YouTube : યુટ્યૂબ (YouTube)અત્યારે દુનિયાનું સૌથી મોટું વીડિયો શેરિંગ (Video Sharing) અને હૉસ્ટિંગ પ્લેટફોર્મ (Hosting Platform) છે. તમે યુટ્યૂબ પર તમામ પ્રકારના વીડિયો જોઈ શકો છો. પુખ્ત વયના લોકોથી લઈને બાળકો સુધી પણ કેટલીય પ્રકારની કન્ટેન્ટ અને સબ્જેક્ટ લોકો યુટ્યૂબ દ્વારા ઉપલબ્ધ કરાવે છે. આ સાથે જ યુટ્યૂબ પણ કેટલીય સમસ્યાઓ ઉભી કરે છે. તેથી, અમે તમને જણાવી દઈએ કે, આધુનિક વિશ્વમાં નાના બાળકો દ્વારા યુટ્યૂબ જોવું એક સામાન્ય બાબત બની ગઈ છે અને આ તે સમય છે જ્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે.
યુટ્યૂબનું પેન્ટલ કન્ટ્રૉલ ફિચર
આજના ડિજીટલ યુગમાં બધું ઓનલાઈન થઈ ગયું છે, બાળકો પણ મોટે ભાગે યુટ્યૂબ પર કવિતાઓ (Poems), કાર્ટૂન, સ્ટૉરીઓ (Stories) અને શૈક્ષણિક વીડિયો (Education Videos) વગેરે જુએ છે જે સમય જતાં તે એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ વીડિયોની વચ્ચે સૂચન વિભાગમાં ઘણી વખત વાંધાજનક અને સંવેદનશીલ અને એડલ્ટ કન્ટેન્ટ (Suggestion Section) દેખાવા લાગે છે. તો આની સાથે તમને જણાવી દઈએ કે તેના પર ક્લિક કરીને બાળકો આસાનીથી આવા એડલ્ટ વીડિયો (Sensitive Content) જોઈ શકે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા વીડિયો યુટ્યૂબ પર બાળકો જોઈ શકતા નથી, આ માટે યુટ્યૂબમાં પેરેંટલ કન્ટ્રૉલ (Parental control) ફિચર આપવામાં આવ્યું છે. તે યુટ્યૂબના સેટિંગ ઓપ્શનમાં રિસ્ટ્રિક્ટ મૉડના (Restriction Mode) નામથી ઉપલબ્ધ છે, જે ચાલુ થવા પર તમારા યુટ્યૂબ વીડિયોમાં પુખ્ત વયના એડલ્ટ વીડિયોઝ (Adult Videos) દેખાશે નહીં.
આ પણ વાંચો -NASA-SpaceX એ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યૂ મિશન પર લગાવી રોક?
યુટ્યૂબ પર પેરેન્ટલ કન્ટ્રૉલ સેટ કરવું
યુટ્યૂબ (YouTube)પર પેરેન્ટલ કન્ટ્રૉલ ફિચર ઓન કરવા માટે તમારે જે ફોનમાં આ ફિચર ઓન કરવું છે તેમાં યુટ્યૂબ એપ ઓપન કરવી પડશે. હવે આ પછી, યુટ્યૂબ ચાલુ થતાં જ તમારે ઉપરના જમણા ખૂણે દેખાતા 'પ્રૉફાઇલ' આઇકૉન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કેટલાક ઓપ્શન ખુલશે, હવે તમારે 'સેટિંગ્સ' ‘Settings’ પર ક્લિક કરવાનું રહેશે. સેટિંગ ઓપ્શન ખુલતાની સાથે જ તમને જનરલ ઓપ્શન મળશે, હવે તેના પર ક્લિક કરો. જનરલ General પર ટેપ કરતાની સાથે જ અહીં તમને 'રિસ્ટ્રીક્ટેડ મૉડ' ‘Restricted Mode’ નો ઓપ્શન દેખાશે, જેના પર તમારા સ્માર્ટફોનના યુટ્યૂબ પર 18 પ્લસ કન્ટેન્ટ ઓન કરતાની સાથે જ રિસ્ટ્રીક્ટ Restricted થઈ જશે. તમને જણાવી દઈએ કે, આમ કરવાથી યુટ્યુબ પર Adult એડલ્ટ કન્ટેન્ટનો દેખાવ ઘણી હદ સુધી ઘટી જાય છે, જેથી તમે બેચેન રહી શકો અને બાળકો આસાનીથી વીડિયો જોઈ શકે.