ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TMC નું સ્વતંત્ર ચૂંટણી લડવાનું એલાન, કોંગ્રેસે કહ્યું - હજી અમારા દરવાજા ખુલ્લા જ છે

TMC: પશ્ચિમ બંગાળમાં મમત બેનર્જીએ ત્યાં દરેક 42 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે તૃણમૂણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેકેન ઓ બ્રાયને શુક્રવારે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ પશ્ચિમ બંગાળની દરેક 42 લોકસભા બેઠકો આસામની...
11:37 AM Feb 24, 2024 IST | VIMAL PRAJAPATI
TMC: પશ્ચિમ બંગાળમાં મમત બેનર્જીએ ત્યાં દરેક 42 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે તૃણમૂણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેકેન ઓ બ્રાયને શુક્રવારે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ પશ્ચિમ બંગાળની દરેક 42 લોકસભા બેઠકો આસામની...
TMC - Congress

TMC: પશ્ચિમ બંગાળમાં મમત બેનર્જીએ ત્યાં દરેક 42 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે તૃણમૂણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડેકેન ઓ બ્રાયને શુક્રવારે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ પશ્ચિમ બંગાળની દરેક 42 લોકસભા બેઠકો આસામની કેટલીક બેઠકો અને મેઘાલયની એક બેઠક પર ચૂંટણી લડવાના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે એવી વિગતો સામે આવી હતી કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ બન્ને એકસાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાના છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું આવું નિવેદન સામે આવ્યું છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે, આ તમામ સમીકરણો બાદ પણ કોંગ્રેસે કહ્યું છે કે, તેમની પાર્ટીના દરવાજા હજી ટીએમસી માટે ખુલ્લા જ છે.

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આમને સામને

ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયેલા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ‘ટીએમસી સાથે હજી અમારી વાત ચાલી રહી છે. ટીએમસી માટે હજી પણ અમારા દરવાજા ખુલ્લા જ છે. ટીએમસીએ પણ કહ્યું છે કે, તે પણ ઈન્ડિયા ગઠબંધનને વધારે મજબૂત કરવા માંગે છે અને તેમનો સૌથી મોટો ઈરાદો તો ભાજપને હરાવાનો છે....અમે મમત બેનર્જીનું ખુબ જ સન્માન કરીએ છીએ.’ કોંગ્રેસ અને મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ભારત જોડાણ)નો ભાગ છે. બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણી પર કોઈ સહમતિ નથી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની વાતચીત અટકી પડી હતી. જો કે હવે બંને પક્ષો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ હોવાનું કહેવાય છે.

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે મળશે કે કેમ?

આ બાબતે જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. તેને ફાઇનલ કરવામાં સમય લાગ્યો. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યાને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ પ્રિયંકા ગાંધી હજી તેમાં જોડાયા નથી. તેના પર જયરામ રમેશે કહ્યું કે 'તે (પ્રિયંકા ગાંધી વાડ્રા) ચોક્કસપણે યાત્રામાં ભાગ લેશે. આજે યાત્રા મુરાદાબાદમાં છે અને આવતીકાલે સંભલથી શરૂ થશે. આ પછી અમે આગરા પહોંચીશું, જ્યાં અખિલેશ યાદવ પણ યાત્રામાં સામેલ થઈ શકે છે. જયરામ રમેશે જણાવ્યું કે 26 ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી વિરામ રહેશે કારણ કે આ દરમિયાન દિલ્હીમાં સભાઓ છે અને રાહુલ ગાંધીએ પણ 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી જવાનું છે. 5 માર્ચે રાહુલ ગાંધી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેશે.’

આ પણ વાંચો: CJI Chandrachud : મને કોરોના હતો, અચાનક પીએમ મોદીનો ફોન આવ્યો અને પછી..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bjp vs tmcElection 2024Former TMC Leadergeneral election 2024Lok Sabha Election 2024loksabha election 2024political newsTMCTMC - CongressTMC newsVimal Prajapati
Next Article