ફિલ્મ રિવ્યૂના નામે YouTubers ફેલાવે છે અંગત નકારાત્મકતા : TNPC
- ફિલ્મ રિવ્યૂના નામે નકારત્મકતા ફેલાવે છે
- YouTubers ઉપર એકજૂથ થઈને રોક લગાવવી જોઈએ
- TNPC એ કેન્દ્રીય ફિલ્મ બોર્ડ સામે અરજી રજૂ કરી
TNPC Demand For YouTubers Ban : South Superstar Surya ની ફિલ્મ Kanguva સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ જે રીતે ફિલ્મ Kanguva ની હાઈપ બની હતી, તેનાથી વિપરિત પરિસ્થિતિ સિનેમાઘરોમાં જોવા મળી છે. કારણ કે... ફિલ્મ Kanguva એ બોક્સ ઓફિસ ઉપર અસફળતા હાંસલ કરી છે. જેના કારણે ફિલ્મ નિર્માતાઓએ એક ખાસ માગણી કરી છે. ત્યારે તમિલનાડુ પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ (TNPC) એ સિનેમાઘરોના માલિકને એક પત્ર લખીને મોકલાવી છે. તેમાં તેમણે માગ કરી છે કે, ફિલ્મ રિલીઝના દિવસે સિનેમાઘરોની બહાર યૂટ્યૂબર્સ ઉપર રોક લગાવવામાં આવવી જોઈએ. કારણ કે... તેઓ ફિલ્મની વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવે છે. જેના કારણે ફિલ્મની કમાણી ઓછી થાય છે.
ફિલ્મ રિવ્યૂના નામે નકારત્મકતા ફેલાવે છે
જોકે TNPC દ્વારા સિનેમાઘરોના માલિકોને આ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે TNPC દ્વારા 4 પન્નાની નોટિસ લખવામાં આવી છે. તેમાં TNPC એ વિવિધ કારણો પણ પ્રકાશ પાડ્યો છે. TNPC એ જણાવ્યું છે કે, ફિલ્મ રિવ્યૂના નામે તેઓ ફિલ્મ માટે અંગત નકારાત્મકતા ફેલાવે છે. તો YouTubers ને કારણે તાજેતરમાં ઈન્ડિયન 2, વેટ્ટૈયન અને Kanguva જેવી ફિલ્મોએ અસફળતા હાંસલ કરી છે. YouTubers દ્વારા જાણી જોઈને અંગત બાબાતોને આધારે ફિલ્મની ખામીઓ ગણાવવામાં આવે છે.
આ પણ વાંચો: AR Rahman એ 30 વર્ષના લગ્નજીવન ઉપર આ હસીનાના કારણે લગાવ્યું પૂર્ણવિરામ
நம்மைச் சுற்றி நடக்கும் அநீதிகளை, அத்துமீறல்களை, மோசடிகளை கண்டும் காணாமல் கடப்பதை பார்க்கும் நாம் மூன்று மணி நேர திரைப்படத்தை பொழுதுபோக்கு அம்சமாக மட்டுமே பார்க்காமல், அது ஏதோ மொத்த சமுதாயத்திற்கும் அநீதி விளைவித்தது போல பலர் பேசி வருவது அநீதியான செயல்: தமிழ்… pic.twitter.com/BGtmsrg7h5
— Nikil Murukan (@onlynikil) November 20, 2024
YouTubers ઉપર એકજૂથ થઈને રોક લગાવવી જોઈએ
YouTubers માટે TNPC એ વધુમાં જણાવ્યું કે, જોકે આલોચન કરવીએ કોઈ ખોટી વાત નથી. પરંતુ પત્રકારની જેમ યોગ્ય રીતે કરવી જોઈએ. મોટાભાગના YouTubers પોતાના અંગત મંતવ્યોને આલોચનામાં ઉમેરે છે. તેઓ ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ ઉપર પોતાના અંગત નિવેદનો પાઠવે છે. જે વાસ્તવિક ધોરણે સિનેમા ક્રિટિક્સના ભાગરૂપે નિંદનીય છે. ત્યારે હવે, એ સમય આવ્યો છે કે, તમામ ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ YouTubers ઉપર એકજૂથ થઈને રોક લગાવવી જોઈએ.
TNPC એ કેન્દ્રીય ફિલ્મ બોર્ડ સામે અરજી રજૂ કરી
જોકે વર્ષ 2003 માં દિગ્દર્શક મુબીન રઉફે સિનેમાઘરોમાં YouTubers માટે પ્રતિબંધ લગાવવાની અરજી તમિલનાડુની એક કોર્ટમાં કરી હતી. ત્યારે કોર્ટે આ અંગે નિર્ણયમાં જણાવ્યું હતું કે, ફિલ્મના રિલીઝ થયાના 7 દિવસ સુધી કોઈપણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, YouTubers અથવવા બ્લોગર્સ ફિલ્મ માટે ટિપ્પણી કરી શકશે નહીં. ત્યારે તાજેતરમાં YouTubers માટે TNPC એ કેન્દ્રીય ફિલ્મ બોર્ડ સામે આ પ્રકારની અરજી રજૂ કરી છે.
આ પણ વાંચો: પુષ્પારાજના ખૌફના સામે Vicky Kaushal એ પીછેહઠ કરી, આ દિવસે રિલીઝ થશે Chhaava