ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે ગુજરાતનો સ્થાપના દિવસ, રાજ્યકક્ષાની ઉજવણીને લઇ જામનગરમાં ઉત્સવ જેવો માહોલ

આજે 1 મે છે.. ગુજરાતનો સ્થાપના દિવસ.. આજે ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેની સ્વતંત્ર ઓળખ મળી હતી, માટે આજનો દિવસ દરેક ગુજરાતી માટે ખાસ છે. પ્રતિવર્ષ આ દિવસની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે આ મહત્વપૂર્ણ દિવસની...
07:39 AM May 01, 2023 IST | Vishal Dave
આજે 1 મે છે.. ગુજરાતનો સ્થાપના દિવસ.. આજે ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેની સ્વતંત્ર ઓળખ મળી હતી, માટે આજનો દિવસ દરેક ગુજરાતી માટે ખાસ છે. પ્રતિવર્ષ આ દિવસની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે આ મહત્વપૂર્ણ દિવસની...

આજે 1 મે છે.. ગુજરાતનો સ્થાપના દિવસ.. આજે ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેની સ્વતંત્ર ઓળખ મળી હતી, માટે આજનો દિવસ દરેક ગુજરાતી માટે ખાસ છે. પ્રતિવર્ષ આ દિવસની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે આ મહત્વપૂર્ણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર કરવામાં આવી રહી છે.. . સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ ગુજરાત ગૌરવ એવોર્ડ તેમજ રંગારંગ કાર્યક્રમ અને રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અગાઉ રાજ્યના વહીવટી તંત્રના અધિકારીઓની એક ટીમ જામનગર પહોંચી હતી અને સ્થળ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની સૌપ્રથમ વખત ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ 4 કાર્યક્રમો યોજાવાના છે.

જામનગરના ટાઉનહોલથી ગૌરવપથ માર્ગ પર પરેડનું આયોજન કરવામાં આવશે. તેમાં જામનગર જિલ્લાના પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ સહિતના જવાનોની પરેડ યોજાશે. જેના માટે તંત્ર દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત સીટી ડીવાયએસપી વરૂણ વસાવા, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ. અને એલ.સી.બી.,એસ.ઓ.જી.ના અધિકારીઓ વગેરે દ્વારા સ્થળ પર વિઝિટ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય વિભાગના અધિકારીઓનો કાફલો પણ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે જામનગર આવી પહોંચ્યો હતો. આ ટીમે અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી.એન. મોદીની નિમણૂંક કરવામા આવી છે. તેઓ પણ નવી નિમણૂંકની સાથે ચાર્જ સંભાળતાં જ આ ઉજવણીમાં સહભાગી થશે.

Tags :
Atmospherecelebratefestivefoundation dayGujaratJamnagarstate class celebrationstatehood
Next Article