આજે મુંબઈ માટે પ્લેઓફની આશા જીવંત રાખવા જીત જરુરી, હૈદરાબાદ સામે થશે ટક્કર
IPL 2023 હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. હવે લીગ તબક્કામાં માત્ર બે મેચ જ બાકી છે. આ બંને મેચ આજે જ રમાશે. આજની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. આજે 16મી સીઝનનો 69મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે શરુ થશે.
મુંબઈને હૈદરાબાદ સામે મોટા અંતરથી જીતવું પડશે
PLમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના 13 મેચમાં 14 પોઈન્ટ છે. આ સાથે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ 14-14 પોઈન્ટ છે. જો કે બેંગ્લોરની સરખામણીમાં મુંબઈની નેટ રન રેટ ઘણી ઓછી છે આ માટે આજે મુંબઈને હૈદરાબાદ સામે મોટા અંતરથી જીત નોંધાવવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. જો મુંબઈને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો તેણે હૈદરાબાદ સામે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. જો મુંબઈ આ મેચ હારી જાય છે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 11 મેચ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. આ સીઝનમાં હૈદરાબાદ અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાં તે માત્ર ચાર જ મેચ જીતી શકી અને નવ મેચ હારી ગઈ છે. આ સાથે તેના હૈદરાબાદની ટીમના આઠ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં તળિયે રહીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા (C), ઈશાન કિશન (wk), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ અને આકાશ માધવાલ.
સનરાઇઝર્સ હૈદરાબાદ
અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન (wk), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને નીતિશ રેડ્ડી.
આપણ વાંચો-1 રને મેચ જીતી LSG પ્લેઓફ માટે ક્વોલિફાય, KKR ની સફર હાર સાથે સમાપ્ત