આજે કચ્છી માંડુઓનું નવુ વર્ષ, Gujarat First પાઠવે છે શુભેચ્છા
આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવન પર્વ છે તો સાથે સાથે કચ્છી માંડુઓનું આજે નવુ વર્ષ પણ છે. ગુજરાત ફર્સ્ટ પરિવાર સર્વે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભકામના પાઠવે છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ મરુ,...
06:53 AM Jun 20, 2023 IST
|
Vipul Pandya
આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવન પર્વ છે તો સાથે સાથે કચ્છી માંડુઓનું આજે નવુ વર્ષ પણ છે. ગુજરાત ફર્સ્ટ પરિવાર સર્વે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભકામના પાઠવે છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ મરુ, મેરુ અને મહેરામણની ભૂમિ તરીકે પણ ઓળખાય છે.
અષાઢી બીજનો દિવસ કચ્છી પરંપરાનું નવુ વર્ષ છે
અષાઢી બીજનો દિવસ કચ્છી પરંપરાનું નવુ વર્ષ છે. વિક્રમ સંવત કરતાં ચાર માસ પહેલા કચ્છી નવુ વર્ષ ઉજવાય છે અને વિશ્વભરમાં વસતા કચ્છીઓ આજે એકમેકને નવા વર્ષના વધામણા કરે છે. કચ્છીઓ પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેરબાની કચ્છ પર બારેય મહિના રહે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી કચ્છી માંડુઓને શુભકામના પાઠવી હતી
ઐતિહાસીક કથા
અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છી નવુ વર્ષ ઉજવાય છે તેની પાછળ પણ ઇતિહાસ છે. કચ્છના મહારાવ પહેલા ખેંગારજીએ સંવત 1605ના માગસર સુદ 5ના રોજ કચ્છના અલગ રાજ્યની વિધીવત સ્થાપના કરી હતી. કચ્છના કરાકોટ ગામમાં પાટનગર બદલનાર જામ લાખા દિર્ઘ દ્રષ્ટા રાજવી હતી અને તેઓ હંમેશા પોતાના રાજ્યના વિકાસનો પ્રયાસ કરતા રહેતા હતા અને તેઓ પોતાના રાજ્યની સીમા નકર્કી કરવા કેટલાક યુવાનો સાથે નીકળી પડ્યા હતા પણ તે પોતાનું કાર્ય પુરુ કરી શક્યા ન હતા એટલે જામ લાખા પરત ફર્યા હતા અને તે સમયે અષાઢ માસનો પ્રારંભ થઇ ગયો હોવાથી વરસાદ પણ સારો પડ્યો હતો જેથી જામ લાખા ખુશ થઇ ગયા હતા અને તેમણે રાજ્યમાં આદેશ કર્યો હતો કે કચ્છમાં નવુ વર્ષ અષાઢી બીજથી શરુ કરાશે. વર્ષોથી આ પ્રમાણે અષાઢી બીજના દિવસે કચ્છી નવુ વર્ષ ઉજવાય છે. દેશ વિદેશમાં સ્થાયી થયેલા કચ્છીઓ પોતાનો મુખ્ય તહેવાર ઉજવીને માતૃભૂમિ કચ્છને વંદન કરે છે...
આ પણ વાંચો----રથયાત્રા 2023: ભગવાનની આજની નગરચર્યાની આ ખાસિયતો વાંચી લો…!
Next Article