ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salangpur : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું આપ્યો સંકેત....?

Salangpur : સાળંગપુર (Salangpur ) ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન...
10:33 AM Jul 05, 2024 IST | Vipul Pandya
Salangpur : સાળંગપુર (Salangpur ) ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન...
GUJARAT BJP

Salangpur : સાળંગપુર (Salangpur ) ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થઇ રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઇનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે તેમ તેમણે કહ્યું હતું.

મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. જે હોદ્દેદારનું બુથ માઇનસ હોય તેને આપડે કોઈ હોદો ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદો ન આપી શકાય. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કારોબારી બેઠકમાં કહ્યું આપણી કોઈ કચાશ રહી. જેના કારણે આપણને એક સીટ ગુમાવવામાનો વારો આવ્યો.

બનાસકાંઠાની હારની જવાબદારી સ્વીકારુ છું

આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. કોઈ પણ સીટ આપણે ન હારીએ તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ. સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ભંગ થયાનો પ્રદેશ પ્રમુખે પ્રદેશ કારોબારીમાં ઉલ્લેખ કર્યો હતો અને મેન્ડેટ વિરુદ્ધ પરિણામ અંગે દુઃખ વ્યક્ત કર્યું.

ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક

સાળંગપુર ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક ચાલી રહી છે જેનો આજે બીજો દિવસ છે. બેઠકમાં આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મહત્વની કારોબારી બેઠક છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનું આયોજન અને રાજકીય કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા

મંડળથી લઈને પ્રદેશ સુધીના નેતાઓ આ કારોબારી બેઠક રહેશે હાજર છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન આ પ્રદેશ કારોબારીમાં થશે. લોકસભા ચૂંટણીમાં માઇનસમા રહેલ વિધાનસભાનું પણ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તથા કારોબારી બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનું આયોજન અને રાજકીય કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા થશે.

આજના દિવસની કારોબારીની રૂપરેખા

આ પણ વાંચો---- Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

Tags :
BotadBrainstorming Lok Sabha Election ResultsChief Minister Bhupendra PatelGujaratGujarat BJPGujarat FirstLocal Self-Government ElectionsPradesh Executive meetingSalangpurstate president C R PATILUnion Minister Piyush Goyal
Next Article